ભાંગ-ગાંજાના ગેરકાયદેસર વાવણી તથા સંગ્રહ કરવા તથા બીજી બાબતો માટેની શિક્ષા અંગે
આ કાયદા મુજબ (૧) જે કોઇ વ્યકિત આ કાયદાની જોગવાઇઓનુ કે તે મુજબ નકકી કરેલા કોઇ નિયમ વિનિયમ કે આદેશનુ કે તે મુજબ આપેલા પરવાનાઓ પરમિટ પાસ કે અધિકારપત્રના ઉલ્લંઘન બદલ
(એ) ***[ XXXXX] રદ થયેલ છે. (બી) અફીણ સિવાયના અન્ય નશાયુકત પદાથૅ કે ભાંગગાંજો લે ઉપયોગ કરે કે પીવે (સી) તાડી ઉત્પન્ન કરે તેવુ કોઇ વૃક્ષનુ છેદન કરે કે છેદનની છુટ આપે
(ડી) કોઇ વૃક્ષમાંથી તાડી કાઢે કે તાડી કાઢવાની છુટ આપે તે અંગે ગુનેગાર ઠરે તો
(૧) પ્રથમ ગુના માટે છ માસની કેદની સજા અને એક હજાર રૂપિયા સુધીનો દંડ
(૨) બીજા અને ત્યારબાદના ગુન્હા સબબ-બે વષૅ સુધીની કેદની સજા પરંતુ છ માસ કરતા ઓછી નહી તેટલી મુદત સુધીની કેદ અને બે હજાર સુધીનો દંડ
(૨) આ કલમની પેટા કલમ (૩) મુજબ નશાયુકત પદાથૅ લેવા માટે પેટા કલમ (૧) ના ખંડ (બી) અન્વયે કોઇ ગુનાની ન્યાય કરતા સમયે એવુ કહેવાતુ હોય કે ગુનેગાર દારુ પીધેલો છે અને એવુ પુરવાર થાય ગુનેગારના રકતમાં આલ્કોહોલીક પ્રમાણ કદમાં ૦.૦૫ ટકા વજન કરતા ઓછુ નથી તે સમયે પીધેલો દારુ આ કલમની કલમ – ૨૪-એ માં જણાવ્યા પ્રમાણના સામાન્ય પ્રમાણ કરતા વધુ નહિ તેટલા પ્રમાણમાં લીધેલી ઓષધની બનાવટવાળો હતો કે કીટનાશક બનાવટ કે પ્રવાહી હતુ કે સુગંધીઓનુ એસન્સ કે રસ હતો કે જે પીધા બાદ કાયદા કે નિયમો વિનિમયો કે આદેશોનુ ભંગ થતુ નથી એવુ પુરવાર કરવા અંગેનો બોજો ગુનેગારને શીરે રહેશે તથા અદાલતો આવી સાબિતી ન હોય તે સમયે તે વિરૂધ્ધનુ માની લેવુ
(૩) આ કલમની પેટા કલમ (૨) ની જોગવાઇ મુજબ કોઇપણ
(એ) સરકાર કે સ્થાનિક સતાધિશ કે ખેરાતી સંસ્થા મારફત નિભાવતા કે સહાય મેળવતા કોઇ ઇસ્પિતાલ આરોગ્ય સુધારણા ગૃહ સંભાળ ગૃહ કે દવાખાનામાં રાખેલા દદીઓની સારવાર કરવામાં આવતી હોય તે સમય દરમ્યાન તેમને
(બી) નકકી કયૅ મુજબની બીજી સંસ્થાઓએ કે તેવા સમયે તેવી બીજી વ્યકિતએ કોઇ દારુ પીશે તેને લાગુ પડશે નહિ.
Copyright©2023 - HelpLaw