વિકૃત કરેલા સ્પિરીટમાં ફેરફાર કરવા કે તેવો પ્રયત્ન કરવા બદલની સજા અંગે આ કાયદા મુજબ
(૧) જે કોઇપણ વ્યકિત આ કાયદાની કલમ-૨૧નો ભંગ કરી વિકૃત થયેલા કોઇ સ્પિરિટમાં ફેરફાર કરે કે હેરાફેરીનો પ્રયત્ન કરે કે જેના સબંધે આવા ફેરફાર કે પ્રયત્ન કરવામાં આવેલ છે તેમ જાણતો હોય કે એમ માનવાને તેને કારણ હોય તેવા વિકૃત કરેલો કોઇ સ્પિરિટ પોતાને કબ્જે રાખે તો તે ગુનેગાર ઠયૅથી ત્રણ વષૅ સુધીની કેદ અને એક લાખ રૂપીયા સુધીનો દંડ જોગવાઇ કરવામાં આવી છે કે જો કોટૅના ચુકાદામાં જણાવેલ હોય તેથી વિપરીત ખાસ અને પૂરતા કારણો ન હોય તો આ કેદની શિક્ષા એક વષૅથી ઓછી ન હોવી જોઇએ અને દંડની રકમ પચાસ હજાર કરતા ઓછી ન હોવી જોઇએ
(૨) આ કલમ મુજબ ફરિયાદમાં વિપરિત ન પૂરવાર થાય ત્યા લગી એવુ મની શકાશે કે વિકૃત કરેલા સ્પિરિટમાં કરેલી ફેરફારી કે ફેરફાર કરવાનો પ્રયત્ન એવા આશયથી કરવામાં આવેલ હોય કે આવો સ્પિરિટ નશાયુકત દારુ તરીકે માનવ પી શકે એ માટે તેનો ઉપયોગ કરી શકાશે
નોંધઃ- સન ૨૦૧૬ના અધિનિયમ ક્રમાંક ૭ મુજબ કલમ ૬૭ની પેટા કલમ-(૧)માં એક વષૅ અને એક હજાર રૂપિયા એ શબ્દોને બદલે ત્રણ વષૅ અને એક લાખ રૂપિયા શબ્દો ઉમેરવામાં આવેલ છે અને પેટા કલમ (૧)ની જોગવાઇમાં ત્રણ મહિનાથી અને પાંચસો રૂપિયા એ શબ્દોને બદલે એક વષૅથી અને પાચાસ હજાર રૂપિયા શબ્દો ઉમેરવામાં આવેલ છે અમલ તા-૧૯/૧૨/૨૦૧૬
Copyright©2023 - HelpLaw