વિકૃત કરેલા સ્પિરિટવાળી બનાવટોમાં ફેરફાર કરવા કે ફેરફાર કરવાના પ્રયત્ન કરવા બદલ શિક્ષા અંગે - કલમ : ૬૭(૧-એ)

વિકૃત કરેલા સ્પિરિટવાળી બનાવટોમાં ફેરફાર કરવા કે ફેરફાર કરવાના પ્રયત્ન કરવા બદલ શિક્ષા અંગે

આ કાયદા મુજબ (૧) જે કોઇ વ્યકિત આ કાયદાની કલમ-૨૧ (એ) નો ભંગ કરીને વિકૃત કરેલા સ્પિરિટવાળી કોઇ બનાવટમાં ફેરફારી કરે કે પ્રયત્ન કરે કે જેના સબંધે આ અંગે જાણમાં હોય તેમ છતા આવી કોઇ વસ્તુની બનાવટ પોતાના કબ્જે રાખે તે ગુનેગાર ઠયૅથી

શિક્ષાઃ- ત્રણ વષૅ સુધીની કેદની સજા અને એક લાખ રૂપિયા દંડને પાત્ર થશે

જોગવાઇ કરવામાં આવી છે કે અદાલતના ચુકાદામાં જણાવવુ જોઇએ કે તે વિરૂધ્ધના ખાસ તથા યોગ્ય કારણે ન હોય

શિક્ષાઃ- તો આવી કેદની સજા એક વષૅથી ઓછી ન હોવી જોઇએ તથા આવો દંડ પચાસ હજાર રૂપિયા કરતા ઓછો ન હોવો જોઇએ

(૨) આ કલમ મુજબ થયેલી ફરિયાદોમાં વિરૂધ્ધ રીતે પુરવાર ન થાય ત્યાં લગી એવુ માનવામાં આવશે કે વિકૃત કરેલા સ્પિરિટવાળી કોઇ બનાવટ અંગે ફેરફાર કરાતા કે ફેરફાર કરવાનો પ્રયત્નો કરવાના આશયથી કરવામાં આવેલ કે તે નશાયુકત દારુ તરીકે માનવીના ઉપભોગ માટે વપરાશ કરી શકાશે

નોંધઃ- સન ૨૦૧૬ ના અધિનિયમ ક્રમાંક ૭ મુજબ કલમ (૬૭-૧-એ) ની પેટા કલમ (૧)માં એક વષૅ અને એક હજાર રૂપિયા એ શબ્દોને બદલે ત્રણ વષૅ અને એક લાખ રૂપિયા શબ્દો ઉમેરવામાં આવેલ છે અને પેટા કલમ (૧)ની જોગવાઇમાં ત્રણ મહિનાથી અને પાંચસો રૂપીયા એ શબ્દોને બદલે એક વષૅથી અને પચાસ હજાર રૂપીયા શબ્દો ઉમેરવામાં આવેલ છે અમલ તા-૧૯/૧૨/૨૦૧૬