ઔષધ લખેલ પત્રને લાગુ પડતી જોગવાઇઓના ભંગ કરવા માટેની શિક્ષા અંગે - કલમ : ૬૭(૧-બી)

ઔષધ લખેલ પત્રને લાગુ પડતી જોગવાઇઓના ભંગ કરવા માટેની શિક્ષા અંગે

આ કાયદા મુજબ (એ) નોંધણી થયેલ તબીબી વ્યવસાયી ન હોય તેવી જે કોઇ વ્યકિત નશાયુકત દારુ માટે ઔષધ પત્ર લખી આપે કે (બી) નોંધણી થયેલ તબીબી વ્યવસાયી હોય તેવી જે કોઇપણ વ્યકિત

(૧) આ કાયદાની કલમ-૨૨(એ) ની પેટા કલમ (૨)ની જોગાવાઇઓનો ભંગ કરી નશાયુકત દારુ દવા તરીકે લખી આપે અથવા

(૨) વાજબી કારણ વિના નશાયુકત દારુ અંગેના ઔષધ પત્રમાં તે કલમની જણાવવાની અને ફરમાવેલી વિગતો જણાવે નહિ.

(૩) આવા ઔષધપત્ર કે તેની નકલ તે કલમ મુજબ જે સમય મયૅાદા સુધી સાચવી રાખવાનુ ફરમાવ્યુ હોય તે સમય મયૅાદા સુધી સાચવે નહિ તે ગુનેગાર સાબિત થયેથી શિક્ષાઃ- છ માસ સુધીની કેદની સજા અથવા એક હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને શિક્ષા માટે સજાપાત્ર થશે.