કલમો ૫૯-સી અને ૫૯-ડી ની જોગવાઇઓનુ ઉલ્લઘન કરીને શિક્ષા જે કોઇ વ્યકિત - કલમ : ૬૭-સી

કલમો ૫૯-સી અને ૫૯-ડી ની જોગવાઇઓનુ ઉલ્લઘન કરીને શિક્ષા જે કોઇ વ્યકિત

(એ) કલમ ૫૯-સી ની જોગવાઇઓનુ ઉલ્લંઘન કરીને પરમીટ સિવાય તે કલમ મુજબ ઠરાવેલા જથ્થા કરતા વધારે જથ્થામાં વિકૃત કરેલા સ્પિરિટવાળી બનાવટ કબ્જામાં રાખે અથવા

(બી) કલમ ૫૯-ડી ની જોગવાઇઓનુ ઉલ્લંઘન કરીને કોઇ વિકૃત કરેલા સ્પિરિટવાળી બનાવટનુ ઉત્પાદન કરે તે વેચે વેચાણ માટે શીશીમાં ભરે અથવા આયાત કરે અથવા નિકાસ કરે અથવા તેની હેરફેર કરે અથવા (સી) કોઇ વિકૃત કરેલા સ્પિરિટવાળી બનાવટ પીવે તેને દોષિત ઠયૅથી

(૧) પ્રથમ ગુના માટે શિક્ષાઃ- છ મહિનાની મુદત સુધીની કેદની સજા અને એક હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષા થશે પરંતુ જોગવાઇ કરવામાં આવી છે કે કોટૅના ફેસલામાં જણાવવા જોઇએ તેવા વિરૂધ્ધના ખાસ અને પૂરતા કારણો ન હોય તે પ્રસંગે આવી કેદ ત્રણ મહિના કરતા ઓછી ન હોવી જોઇએ અને આવો દંડ પાંચસો રૂપિયા કરતા ઓછો ન હોવો જોઇએ

(૨) બીજા ગુના માટે શિક્ષાઃ- બે વષૅની મુદત સુધીની કેદની સજા અને બે હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષા થશે

પરંતુ જોગવાઇ કરવામાં આવી છે કે કોટૅના ફેસલામાં જણાવવાના વિરૂધ્ધના ખાસ અને પૂરતા કારણો ન હોય તે પ્રસંગે આવી કેદ છ મહિના કરતા ઓછી ન હોવી જોઇએ ને દંડ એક હજાર રૂપિયા કરતા ઓછો ન હોવો જોઇએ (૩) ત્રીજા અથવા ત્યાર પછીના ગુના માટે શિક્ષાઃ- બે વષૅની મુદત સુધીની કેદની સજા અને બે હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષા થશે પરંતુ જોગવાઇ કરવામાં આવી છે કે કોટૅના ફેસલામાં જણાવવા જોઇએ તેવા વિરૂધ્ધના ખાસ અને પૂરતા કારણો ન હોય તે પ્રસંગે આવી કેદ નવ મહિના કરતા ઓછી ન હોવી જોઇએ અને દંડ એક હજાર રૂપિયા કરતા ઓછો ન હોવો જોઇએ