પીઠુ ખોલવા વગેરે બદલ શિક્ષા જે કોઇ વ્યકિત
(એ) કોઇ સ્થળ પીઠા તરીકે ખોલે રાખે અથવા તેનો ઉપયોગ કરે અથવા
(બી) પીઠા તરીકે ખોલેલા રાખેલા અથવા જેના ઉપયોગ થતો હોય તેવા કોઇ સ્થળની સંભાળ વ્યવસ્થા અથવા નિયંત્રણ રાખતો હોય અથવા તેનો ધંધો ચલાવવામાં કોઇ રીતે સહાય કરતો હોય તેને દોષિત ઠયૅથી આવા દરેક ગુના માટે શિક્ષાઃ- દસ વષૅની સુધીની કેદની સજા પરંતુ સાત વષૅ કરતા ઓછી ન હોય તેટલી કેદ અને એક લાખ રૂપિયાનો દંડ નોંધઃ- સન ૨૦૧૬ના અધિનિયમ ક્રમાંક ૭ મુજબ કલમ ૬૮માં તેને દોષિત ઠયૅથી એ શબ્દોથી શરૂ થતા અને ખંડ
(૩)માં આપ્યા મુજબના એક હજાર રૂપિયાથી ઓછો ન હોવો જોઇએ એ શબ્દોથી પુરા થતા ભાગને બદલે નીચેનો શબ્દોને બદલે તેને દોષિત ઠયૅથી આવા દરેક ગુના માટે દસ વષૅ સુધીની પરંતુ સાત વષૅથી ઓછી નહિ તેટલી મુદત સુધીની અને એક લાખ રૂપિયા સુધીના દંડની શિક્ષા ઉમેરવામાં આવેલ છે.
Copyright©2023 - HelpLaw