મહુડાની ગેરકાયદે આયાત કરવા અંગે શિક્ષા - કલમ: ૬૯

મહુડાની ગેરકાયદે આયાત કરવા અંગે શિક્ષા

આ કાયદા મુજબ જે કોઇ વ્યકિત આ કાયદાની જોગવાઇઓનુ કે તે નીચે કરેલા કોઇ નિયમ વિનિમય કે હુકમનુ કે તે મુજબ આપવામાં આવેલ પરવાના પરમીટ તથા પાસનો ભંગ કરીને આ રીતે આયાત નિકાસ એકઠા કરે હેરાફેરી કરે વેચાણ કરે ખરીદે કે કબજે રાખે તેવુ પુરવાર થયેથી.

(૧) પ્રથમ ગુના માટે શિક્ષાઃ- છ મહિના સુધીની કેદની સજા અને એક હજાર રૂપિયા સુધીનો દંડની શિક્ષા થશે.

પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે જો અદાલતના ચુકાદામાં જણાવવા જોઇતા વિરૂધ્ધના વિશિષ્ટ અને યોગ્ય કારણો ન હોય તે કેદની સજા ત્રણ માસથી ઓછી નહિ અને દંડની રકમ રૂપિયા પાંચસો રૂપિયાથી ઓછી ન હોવી જોઇએ.

(૨) બીજા ગુના માટે શિક્ષાઃ- બે વષૅ સુધીની કેદની સજા તથા બે હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષા થશે.

પરંતુ જોગવાઇ કરવામાં આવી છે કે જો અદાલતના ચુકાદામાં જણાવવા જોઇતા વિરૂધ્ધના વિશિષ્ટ અને યોગ્ય કારણો ન હોય તો આવી કેદની છ માસથી ઓછી નહિ અને દંડ એક હજારથી ઓછો ન હોવો જોઇએ.

(૩) ત્રીજા અને તે પછીના ગુના અંગે. શિક્ષાઃ- બે વષૅ સુધીની કેદની સજા અને બે હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષા થશે.

પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે જો અદાલતના ચુકાદામાં જણાવવા જોઇતા વિરૂઘ્ના વિશિષ્ટ અને યોગ્ય કારણોન હોય તો આવી કેદની શિક્ષા નવ માસથી ઓછી નહિ અને દંડ એક હજાર રૂપિયાથી ઓછો ન હોવો જોઇએ.

પરંતુ જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ મહુડાના વૃક્ષ ઉપર ઉગેલા હોય કે વૃક્ષ પરથી પડી જતા તેને જમીન પર ભેગા કયૅ વગર પડી રહેલ હોય તેવા મહુડા અંગે કોઇ વ્યકિતને સજા થઇ શકશે નહિ.