કાકવીની ગેરકાયદે આયાત અંગે શિક્ષા - કલમઃ૭૦

કાકવીની ગેરકાયદે આયાત અંગે શિક્ષા

જે કોઇ વ્યકિત આ અધિનિયમની જોગવાઇઓનુ અથવા તે મુજબ કરેલા કોઇ નિયમ વિનિમય અથવા પરમીટનુ ઉલ્લંઘન કરીને કાકવીની નિકાસ કરે આયાત કરે તેની હેરાફેર કરે તે વેચે અથવા પોતાના કબજામાં રાખે તેને દોષિત ઠયૅથી શિક્ષાઃ- છ મહિના સુધીની કેદની અથવા એક હજાર રૂપિયા સુધીના દંડની અથવા બંન્ને શિક્ષા થશે.