આ કાયદાની જોગવાઇઓ વિગેરેનો ભંગ કરી જાહેરખબરનુ છાપકામ કે જાહેરાત કરવા માટેની શિક્ષા
આ કાયદા મુજબની જોગવાઇઓનુ કે તે મુજબ કરેલા કોઇ નિયમ કે વિનિમય કે હુકમનો ભંગ કરીને કોઇ અખબાર સમાચાર પત્રિકા પુસ્તક હેન્ડબીલ પુસ્તિકા કે બીજા એક જ વખત જાહેર થતા કે સામાયિક પ્રકાશનની અંદર
(એ) કોઇ નશાયુકત વસ્તુ કે ભાંગ ગાંજાનો વપરાશ કરવા માટે વિવશ કરતી હોય કે તેનુ વંચાણ કરવા માંગતી હોય
અથવા
(બી) કોઇ માણસ કે માણસોના વગૅ કે સામાન્યપણ પ્રજાને આ કાયદા મુજબનો કોઇ ગુના કરવાનો કે તે નીચે કરેલો કોઇ નિયમ વિનિમય કે હુકમ અનુસાર કે તે મુજબ આપેલા પરવાના પરમીટ પાસ કે ઓથોરીટી લેટરમાં જણાવેલ શરતોનો ભંગ કરવાને કે તેના ટાળવવા ઉતેજન મળે કે તે અંગે પ્રેરણા થાય તેવી કોઇપણ જાહેરખબર કે બીજી અન્ય બાબતનુ છાપકામ કરે કે જાહેરાત કરે કે બીજા અન્ય રીતે પ્રદર્શિત કરે કે વહેચણી કરે તે વ્યકિતને ગુનો પુરવાર થયેથી
શિક્ષાઃ- છ માસ સુધીની કેદની સજ અને રૂપિયા એક હજાર સુધીના દંડની શિક્ષા અથવા બંને થઇ શકશે
Copyright©2023 - HelpLaw