નશાયુકત વસ્તુઓ વિગેરે માટે જાહેર ખબરો જેમા પ્રસિધ્ધ થયેલ હોય તેવા અખબારો વિગેરેના પ્રસાર વિગેરે કરવા અંગે શિક્ષા
જે કોઇ વ્યકિત કલમ ૨૪ની પેટા કલમ (૩) હેઠળ કાઢેલા જાહેરનામાનો ભંગ કરીને રાજયની બહાર છપાયેલા અને જાહેર થયેલા અખબાર સમાચાર પત્રિકા પુસ્તક ચોપાનિયા કે બીજા પ્રકાશનમાં
(એ) કોઇ કેફી પદાથૅ ભાંગ ગાંજાનો ઉપયોગ કરવા માટે કે આગ્રહ કરીને કે તે વેચવા માગતી (બી) કોઇ વ્યકિત અથવા વ્યકિતઓના વગૅ અથવા સામાન્યતઃ લોકોને આ કાયદા હેઠળનો કોઇ ગુનો કરવાને કે તે મુજબ કરેલા કોઇ નિયમ વિનિમય કે જોગવાઇઓના કે તે હેઠળ આપેલા કોઇ પરવાના પરમીટ પાસ અથવા અધિકાર પત્રની શરતોના ભંગ કરવાને કે તે ટાળવાને ઉતેજન મળે કે તેઓ પ્રેરાય તેવો સંભવ હોય તેવી કોઇ જાહેરાત અથવા બીજી વિગત હોય તેવા કોઇ અખબાર સમાચાર પત્રિકા પુસ્તક ચોપાનિયા કે બીજા પ્રકાશનનો ફેલાવો કરે તે વહેચે અથવા વેચે તેને દોષિત ઠયૅથી શિક્ષાઃ- છ મહિના સુધીની કેદની સજા કે એક હજાર રૂપિયા સુધીના દંડની સજા કે તે બંને સજા થશે
Copyright©2023 - HelpLaw