કલમ ૪૩ની જોગવાઇઓના ભંગ બદલ શિક્ષા અંગે જે કોઇ વ્યકિત કલમ ૪૩ની જોગવાઇઓનો ભંગ કરીને
(એ) કોઇ સાવૅજનિક સ્થળ કે જયા લોકો અવરજવર કરી શકે તેવી હોટલ કે સંસ્થાના ઓરડાઓમાં દારુ પીએ
(બી) તેણે કબ્જામાં રાખેલ પરદેશી દારૂનો કોઇ જથ્થાનો ઉપયોગ બીજી વ્યકિતને કરવા દે અથવા પીવા દે
(સી) આ કાયદાની કલમો ૪૦,૪૧,૪૬-એ કે ૪૭ મુજબ પરમીટ ધરાવતી ન હોય તેવી વ્યકિતઓ (તેના કુટુંબના સભ્યો કે તેના નોકરો સિવાય) જે કોઇ મેળાવડા કે અન્ય પ્રોગ્રામ કે કોઇ હાજર હોય તે કોઇ વિધીમાં કે બીજા સમારંભોમાં કે કોઇપણ મંડળીમાં દારુ આપે તે ગુનેગાર ઠયૅથી આવા દરેક ગુના માટે શિક્ષાઃ- છ માસ સુધીની કેદની કે એક હજાર રૂપિયા સુધીના દંડની સજા કે તે બંને સજા થશે
Copyright©2023 - HelpLaw