અમુક કૃત્યો કરવા કે પ્રેરવા કે ઉતેજવાની શિક્ષા
જે કોઇ વ્યકિત આ કાયદા કે તે હેઠળ કરેલા કોઇ નિયમ વિનિમય અથવા હુકમનો ભંગ કરીને (એ) કોઇ નશાયુકત પદાથૅ કે ભાંગ ગાંજાનો ઉપયોગ કરવાનો આગ્રહ કરે અથવા તે આપવા માંડે અથવા
(બી) રદ કરેલ છે.
(સી) કોઇ વ્યકિત અથવા વ્યકિતઓનો કોઇ વગૅ અથવા સામાન્યત લોકો આ કાયદા હેઠળનો કોઇ ગુનો કરવાને કે તે હેઠળ કરેલા કોઇ નિયમ વિનિયમ કે હુકમનો કે તે હેઠળ આપેલા કોઇ પરવાના પરમીટ પાસ અથવા અધિકારપત્રની શરતોનો ભંગ કરવાને પ્રેરાય કે તેમને તેમ કરવાનુ ઉતેજન થાય એવુ કોઇ કૃત્ય કરે તે ગુનેગાર ઠયૅથી શિક્ષા- છ માસ સુધી કેદની કે એક હજાર રૂપિયા સુધીના દંડની સજા કે તે બંને સજા થશે
Copyright©2023 - HelpLaw