માપીયા વગેરે રાખવામાં કસુર કરવા બદલ શિક્ષા અંગે
જે કોઇ વ્યકિત આ કાયદા હેઠળ કરેલા નિયમ કે વિનિમય કે હુકમની જોગવાઇઓનો કે તે હેઠળ આપેલા કોઇ પરવાના પરમીટ કે પાસની શરતનો ભંગ કરીને
(એ) કોઇ કેફી પદાથૅ કે ભાંગગાંજો માપવા કે તેના વજન કરવા માટેના માપીયા તથા વજન કે દારૂના કસની કસોટી કરવા માટેના સાધનો મેળવી લેવામાં કે તેમને યોગ્ય સ્થિતીમાં રાખવા કસુર કરે કે
(બી) પોતાના કબ્જામાં કોઇ કેફી પદાથૅ કે ભાંગગાંજો માપવાની તેનુ વજન કરવાની તેની કસોટી કરવાની તે માપવાની તેનુ વજન કરાવવાની કે તેની કસોટી કરાવવાની ના પાડે શિક્ષા:- તેને ગુનેગાર ઠયૅથી તેવા પ્રત્યેક ગુના સબબ બસો રૂપિયા સુધીના દંડની સજા થશે
Copyright©2023 - HelpLaw