લાઈસન્સ ધરાવનાર વગેરે રજુ કરવામાં કસુર કરવા બદલ શિક્ષ અંગે
જે કોઇ વ્યકિત આ કાયદા હેઠળ આપેલા પરવાનો પરમીટ પાસ અથવા અધિકારપત્ર ધારક કે તેવા ધરાનારની નોકરીમાંની કે તેના વતી સીધી કે આડકતરી પરવાનગીથી કામ કરતી વ્યકિત હોય
(એ) પરવાનો પરમીટ પાસ કે અધિકારપત્ર પોતાના કબજામાં કે નિયંત્રણ હેઠળ હોય અને તેવા પરવાના પરમીટ પાસ કે કે અધિકારપત્ર નશાબંધી અધિકારી કે યોગ્ય રીતે અધિકાર આપેલો બીજો કોઇ અધિકાર માંગે ત્યારે રજુ કરે નહિ કે
(બી) આ કાયદા હેઠળ કરેલા કોઇ નિયમ વિનિયમ કે હુકમનો ભંગ કરીને જાણબુઝીને કાંઇ કૃત્ય કરે કે કરે નહીં
(સી) રદ કરેલ છે.
શિક્ષાઃ- ગુનેગાર ઠયૅથી આવા પ્રત્યેક ગુના બદલ છ માસ સુધીની કેદ કે પાંચસો રૂપિયા સુધીના દંડની સજા કે તે બંને શિક્ષા થશે
Copyright©2023 - HelpLaw