પરવાના ધારક વેચાણકતા કે ઉત્પાદકની ગેરવતૅણૂક બદલ શિક્ષા અંગે - કલમ:૭૮

પરવાના ધારક વેચાણકતા કે ઉત્પાદકની ગેરવતૅણૂક બદલ શિક્ષા અંગે

જે કોઇ વ્યકિત આ કાયદા મુજબ કોઇ કેફી પદાથૅ વેચવા અથવા તેનુ ઉત્પાદન કરવા માટેનુ પરવાના ધરાવતા હોય કે તેવા પરવાનાધારકની નોકરીમાં કે તેના વતી સીધી કે આડકતરી પરવાનગીથી કામ કરતી વ્યકિતને

(એ) સદરહુ કેફી પદાથૅનો સાચેસાચા કે દેખીતો નશો લાવવાનો ગુણ કે કસ વધારે હોવાનો જેમા સંભવ હોય એવુ કોઇ ઔષધ કે કોઇપણ બાહય દ્રવ્ય કે આ કાયદા મુજબ કરેલા કોઇ નિયમથી મનાઇ કરેલી કોઇ ચીજ કે પરવાનામાં ઠરાવેલા કસ જેટલો કરવા દારૂનો કસ ઘટાવવાનો હેતુ માટે હોય તે સિવાય પાણી કે મંદ કરવા રંગ આપવાનો પદાથૅ અથવા આ કેફી પદાથૅને ઉતરતા પ્રકારનો બનાવે એવો સંભવ હોય અને ઉપર કહયા પ્રમાણે જેનો મનાઇ કર્યો હોય કે ન કર્યં હોય તેવુ કોઇપણ દ્રવ્ય આ કેફી પદાથૅમાં મીક્ષ કરે કે અથવા કરવા દે અને આવુ મિશ્રણ કરવુ એ ભારતના ફોજદારી અધિનિયમની (સન ૧૯૬૦નો ૪૫મો કલમ ૨૭૨ હેઠળ અપમિશ્રણ અંગેનો ગુનો થતો હોય ત્યારે કે

(બી) જે દારુ દેશી દારુ હોવાનુ પોતે જાણતો હોય કે ન માનતો હોય એવા દારૂને પરદેશી દારુ તરીકે વેચે કે રાખે કે વેચવા માટે ખૂલ્લો મૂકે

(સી) દેશી દારૂની કોઇ શીશીના બૂચ ઉપર કે તેવા દારૂની કોઇ શીશી પેટી દાગીના કે બીજા પાત્ર ઉપર તે શીશી પેટી દાગીના કે બીજા પાત્રમાં વિદેશી દારુ છે એવુ મનાવવાના હેતુથી નિશાની કરે કે જેના ઉપર કોઇ ચિન્હ હોય તેવી કોઇ શીશી પેટી દાગીના કે બીજુ પાત્ર એવા હેતુથી વાપરે અને તેવુ કૃત્ય ભારતના ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦નો ૪૫મો) ની કલમ ૪૮૨ હેઠળ કોઇ વ્યકિતને છેતરામણી કે નુકશાન કરવાના હેતુથી ખોટુ વેપાર ચિન્હ વાપરવાનો ગુનો થતો હોય ત્યારે કે

(ડી) જેના ઉપર કે જેના બુચ ઉપર કોઇ ચિન્હ હોય એવા શીશી પેટી દાગીના કે બીજા પાત્રમાં પરદેશી દારુ છે એવુ મનાવવાના હેતુથી વેચે અથવા વેચવા માટે ખુલ્લો મુકે અને જયારે આવુ કૃત્ય ભારતના ફોજદારી અધિનિયમ (સન ૧૮૬૦નો ૪૫મો) ની કલમ ૪૮૩ હેઠળ બનાવટી વેપાર ચિન્હથી નિશાની કરેલો માલ વેચવાનો થતો હોય ત્યારે કે

(ઇ) ખરીદનારે માગ્યો હોય તેવા પ્રકારનો તત્વનો અને ગુણવતાનો ન હોય એવો કોઇ કેફી પદાથૅ વેચે અથવા પરવાનાની શરતોથી પરવાના ધરાવનારે વેચવા માટે રાખવાને નકકી કરેલા પ્રકાર તત્ત્વ અને ગુણવતા ન હોય તેવા કોઇ કેફી પદાથૅ રાખે કે વેચાણ માટે ખુલ્લો રાખે તે ગુનેગાર ઠયૅથી તેવા પ્રત્યેક ગુના માટે શિક્ષા:- છ મહિના સુધીની કેદની સજા તથા એક હજાર રૂપિયા પ્રધીના દંડની સજા થશે