નોકરોના કૃતયો બદલ પરવાના ધારકની જવાબદારી અંગે - કલમ:૭૯

નોકરોના કૃતયો બદલ પરવાના ધારકની જવાબદારી અંગે

આ કાયદા હેઠળ આપેલા પરવાના પરમીટ પાસ કે અધિકારપત્ર ધારકની નોકરીમાંની કે તેના વતી સીધી કે આડકતરી પરવાનગીથી કામ કરતી કોઇ વ્યકિતએ આ કાયદાની જોગવાઇઓ હેઠળ કોઇ ગુનો કર્યો હોય તે માટે તે ખરેખરા ગુનેગારની સાથે જાણે કે તે ગુનો તેણે પોતે કર્યો હોય તેમ જવાબદાર થશે સિવાય કે આવો ગુનો તેણે પોતે કર્યો હોય તેમ જવાબદાર થશે સિવાય કે આવો ગુનો થતો અટકાવવા માટે તેણે બધી યોગ્ય અને વાજબી તકેદારી લીધી હતી એમ સાબિત કરે તો પરંતુ ઓવી જોગવાઇ કરવામાં આવી છે કે દંડ ભરવામાં કસુર કરવામાં આવે તે સિવાયના પ્રસંગે

સાચા ગુનેગાર સિવાયની બીજી કોઇ વ્યકિતને કેદની સજા થશે નહિ.