બીજી વ્યકિત વતી કોઇપણ વ્યકિત મારફત કેફી પદાથૅની આયાત નિકાસ વિગેરે બાબતો અંગે - કલમ: ૮૦

બીજી વ્યકિત વતી કોઇપણ વ્યકિત મારફત કેફી પદાથૅની આયાત નિકાસ વિગેરે બાબતો અંગે

(૧) આ કાયદા મુજબ બીજી કોઇ વ્યકિત વતી કોઇ વ્યકિત કોઇ કેફી પદાથૅ ભાંગ ગાંજો મહુડા કે કાકવીનુ ઉત્પાદન કરે તેવી નિકાસ કરે આયાત કરે તેની હેરફેર કરે તે વેચે કે કબજામાં રાખે અને તેવા ઉત્પાદન આયાત નિકાસ હેરફેર વેચાણ કે કબજો પોતાના વતીનો છે એમ આવી બીજી વ્યકિત જાણતી હોય એમ માનવાને તેને કારણ હોય ત્યારે તે કેફી પદાથૅ ભાંગ ગાંજો મહુડા અથવા કાકવી આ કાયદાના હેતુઓ માટે આવી બીજી વ્યકિતએ ઉત્પાદન કર્યંા છે તેની આયાત કરેલી છે નિકાસ કરેલી છે તેની હેરફેર કરેલી છે અથવા તે વેચેલા છે કે કબ્જામાં રાખેલા છે એમ ગણવાનુ રહેશે

(૨) પેટા કલમ (૧) ના કોઇ આથી આવી ચીજોના ગેરકાયદેસર ઉત્પાદન આયાત નિકાસ હેરફેર વેચાણ કે કબ્જા બદલ આ કાયદા હેઠળની કોઇ સજાને પાત્ર થવાની જવાબદારીમાંથી કોઇ વ્યકિત છુટી જાય છે એમ સમજવાનુ રહેશે નહિ.