પરવાના પરમીટ વગેરેના ભંગ ગુનો ગણાશે તે અંગે
(૧) આ અધિનિયમ હેઠળ અપાયેલા કોઇપણ પરવાના પરમીટ પાસ અથવા અધિકારપત્ર ધારક કે તેના નોકરો કે તેની સીધી આડકતરી પરવાનગીથી કામ કરતી કોઇ વ્યકિત એવા પરવાના પરમીટ પાસ તે અધિકારપત્રની કોઇ શરતોનુ ઉલ્લંઘન કરે ત્યારે આવા પરવાના પરમીટ પાસ કે અધિકારપત્ર ધરાવનારને તેને અપાયેલ પરવાના પરમીટ પાસ કે અધિકારપત્ર રદ કે મોકૂફ રાખવા તે ઉપરાંત તે ગુનેગાર ઠયૅથી
શિક્ષાઃ- છ માસ સુધીની કેદની કે પાંચસો રૂપિયા સુધીના દંડની શિક્ષા કે બંને શિક્ષા થશે સિવાય કે આવો કોઇ ભંગ થતો અટકાવવા માટે તેણે તમામ યોગ્ય કે વાજબી સાવચેતી લીધી હોય એમ સાબિત કરવામાં આવે (૨) જે કોઇ વ્યકિત આવો ભંગ કરે તો પરવાના પરમીટ પાસ કે અધીકારપત્ર ધારકની પરવાનગીથી કે પરવાનગી વગર કામ કરતી હોય તો પણ તે જ સજા થવાને પાત્ર થશે.
Copyright©2023 - HelpLaw