કોઇ દારુ પીઠામાં છાકટો હોવાનુ જણાઇ આવે તે બદલ થતી શિક્ષા અંગે - કલમ:૮૪

કોઇ દારુ પીઠામાં છાકટો હોવાનુ જણાઇ આવે તે બદલ થતી શિક્ષા અંગે

જે કોઇ વ્યકિત કોઇ દારુ પીઠામાં છાકટો બનેલો કે દારુ પીતો જણાય કે દારુ પીવાના આશય સારૂ હાજર હોવાનુ જણાય તેને ગુનેગાર ઠયૅથી શિક્ષાઃ- પાંચસો રૂપિયા સુધીના દંડની શિક્ષા થશે દારુ પીઠામાં દારુ પીવાનુ ચાલતુ હોય તે દરમ્યાન કોઇ વખતે જે કોઇ વ્યકિત પીઠામાં હોવાનુ જણાઇ આવે તે વિપરીત સાબિત કરવામાં ન આવે ત્યાં સુધી દારુ પીવાના આશય માટે ત્યાં હતી એમ માની લેવામાં આવે છે.