છાકટો બનવા બદલ અને શિસ્તહીન વર્તણૂક કરવા અંગે થતી શિક્ષા અંગે
(૧) જે કોઇ વ્યકિત જાહેર સ્થળે રસ્તામાં શેરીમાં કે જયાં લોકોને આવજા કરવાની છુટ હોય અથવા આવજા કરવા દેવામાં આવતી હોય કોઇ રસ્તા રાહદારીનો માગૅ સાવૅજનિક સ્થળમાં છાકટો બનેલો હોય અને ઉપદ્રવ ઉભો કરતો હોય કોઇ વ્યકિત સામે ઝઘડો કરતો હોય અપશબ્દ વાળી અથવા અશિષ્ટ ભાષાનો ઉપયોગ કરતો હોય બીજા સાથે મારામારી કરતો હોય સ્ત્રીઓ અથવા લોકો સાથે અસભ્ય રીતે વતૅ અથવા અશ્લિલ ચેનચાળા કરતો હોય તેને દોષિત ઠયૅથી ત્રણ વષૅ સુધીની કેદની સજા પરંતુ એક વષૅથી ઓછી નહિ તેટલી મુદત સુધીની કેદની દંડની શિક્ષા થશે
શિક્ષા:- ત્રણ વષૅ સુધીની કેદની સજા પરંતુ એક વષૅથી ઓછી નહિ તેટલી મુદત સુધીની કેદ અને દંડ (૨) પેટા કલમ (૧) હેઠળ ગુના માટેની કાયૅવાહીમાં વિપરીત સાબિત કરવામાં ન આવે ત્યાં સુધી એવુ ફરમાન કરવામાં આવશે કે આવા ગુનાનો જેના પર આરોપ હોય તે વ્યકિત ઔષધકિય હેતુ સારૂ નહિ પણ નશો કરવાના હેતુ માટે દારુ પીધો છે કે બીજો કોઇ નશાયુકત પદાથૅ લીધો છે.
Copyright©2023 - HelpLaw