આ કાયદા હેઠળનો ગુનો કરવાના આશય માટે કોઇ જગ્યાનો ઉપયોગ કરવા દેવા માટે શિક્ષા કરવા અંગે
(૧) જે કોઇ વ્યકિત કોઇ સ્થળની માલિક કે ભોગવટેદાર હોય કે કોઇ જગ્યાનો ઉપયોગ કરતી હોઇ કે તેની જાળવણી વ્યવસ્થા કે નિયંત્રણમાં રાખતી હોય તે આ કાયદા હેઠળ શિક્ષા થઇ શકે એવો ગુનો બીજી કોઇ વ્યકિત કરે તે આશયથી તેનો ઉપયોગ જાણીબુઝીને કરવા દે અને ગુનેગાર ઠયૅથી
શિક્ષાઃ- છ માસ સુધીની કેદની કે એક હજાર રૂપિયા સુધીના દંડની સજા કે તે બંને સજા થશે પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે જો અદાલતના ચુકાદામાં જણાવવા જોઇએ તેવા વિરૂધ્ધના વિશિષ્ટ તથા અપુરતા કારણો હોય તો આવી કેદ ત્રણ મહિનાથી ઓછી ન હોવી જોઇએ અને આવો દંડ પાંચસો રૂપિયાથી ઓછો ન હોવો જોઇએ
(૨) પેટા કલમ (૧) હેઠળના ગુનાનો આરોપી હોય તે વ્યકિતએ તેના પ્રત્યક્ષ કબજામાંની જગ્યામાં તે બીજી વ્યકિતએ ગુનો કયૅાનુ પુરવાર થાય તો વિપરીત સાબિત ન થાય ત્યાં સુધી આવો ગુનો તેણે કર્યો છે એવુ અનુમાન કરવામાં આવશે
Copyright©2023 - HelpLaw