ખોટી રીતે ઔષધપત્રો લખી આપવા બદલ થતી શિક્ષા અંગે - કલમઃ૮૮

ખોટી રીતે ઔષધપત્રો લખી આપવા બદલ થતી શિક્ષા અંગે

જો કોઇ નોંધાયેલા તબીબી વ્યવસાયી કોઇ વ્યકિતને કોઇ ઔષધપત્ર એવા આશયથી લખી આપે કે જે વ્યકિતની તરફેણમાં તે લખી આપવામાં આવ્યુ હોય તે વ્યકિત આ કાયદાની જોગવાઇઓ મુજબ કે તે હેઠળ કરેલા નિયમ વિનિમય કે હુકમનુ કે કાયદા હેઠળ આપેલા કોઇ પરવાના પરમીટ પાસે કે અધીકારપત્રનો ભંગ કરીને તેનો ઉપયોગ કરે તે ગુનેગાર પુરવાર થયેથી

શિક્ષાઃ- છ માસ સુધીની કેદની કે એક હજાર રૂપિયા સુધીના દંડની સજા કે તે બંનેની સજા થશે