અમુક ગુનાઓ ન કરવા માટે તારણની માંગણી અંગે - કલમઃ ૯૧

અમુક ગુનાઓ ન કરવા માટે તારણની માંગણી અંગે

(૧) કોઇ વ્યકિત આ કાયદા હેઠળ સજા થઇ શકે એવા ગુના માટે ગુનેગાર ઠરે ત્યારે આવી વ્યકિતને ગુનેગાર ઠરાવનાર અદાલત આવી વ્યકિતને શિક્ષા કરતી વખતે પોતે હુકમ કરે તેવી ત્રણ વષૅથી વધુન હોય તેવી મુદત દરમ્યાન આ કાયદાની જોગવાઇઓ મુજબ સજા થઇ શકે એવો ગુનો તે કરશે નહિ એવુ તેના સાધનોના પ્રમાણે અનુસારની રકમવાળી જામીનોવાળુ કે તે વગરની મુચરકો કરી આપવાનો તેને હુકમ કરી શકાય

(૨) આવુ મુચરકો ફોજદારી કાયૅરીતી અધિનિયમ ૧૯૭૩ (સન ૧૯૭૪નો રજો) ની જોગવાઇ હેઠળ ઠરાવવામાં આવે તેવા નમૂના પ્રમાણે હોવુ જોઇએ અને આ કાયદાની કલમ ૧૦૬ હેઠળ કરી આપવા ફરમાવેલ સુલેહ જાળવવા માટેનો મુચરકો હોય તેમ આ કાયદાની જોગવાઇઓ લાગુ પાડી શકાતી હોય તેટલો સુધી એવા મુચરકા સાથે સબંધ ધરાવતી તમામ બાબતોને લાગુ પડશે

(૩) ગુનેગાર પુરવાર થયાનુ અપીલમાં રદ કરવામાં આવે તો એ રીતે કરી આપેલુ બોન્ડ રદ થશે