સારી ચાલચલગત રાખવા માટે જામીનગીરીની માંગણી અંગે - કલમ ૯૩

સારી ચાલચલગત રાખવા માટે જામીનગીરીની માંગણી અંગે

(૧) જયારે જિલ્લા મેજિસ્ટ્રેટ કે પેટા વિભાગ મેજિસ્ટ્રેટને એવી બાતમી મળે કે પોતાની હકુમત હેઠળની સ્થાનિક હદની અંદર કોઇ વ્યકિત આ કાયદા મુજબ સજા થઇ શકે એવો ગુનો કયૅ જ કરે છે કે કરવાના પ્રયત્ન કરે છે કે કરવામાં મદદગારી કરે છે તયારે આવા મેજિસ્ટ્રેટ પોતે હુકમ કરે તેવી ત્રણ વષૅથી વધુ ન હોય એવી મુદત માટે સારી ચાલચલગત રાખવા માટે તેને જામીનવાળો મુચરકો કરી આપવાનો શા માટે હુકમ ન કરવો તેનુ કારણ દશૅાવવાનો ફરમાન ન કરી શકશે

(૨) પેટા કલમ (૧)માં ઉલ્લેખેલુ બોન્ડ ફોજદારી કાયૅરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૧૦ હેઠળ (સન ૧૯૭૪નો રજો) કરી આપવા ફરમાવેલુ બોન્ડ હોય તેમ આ કલમની જોગવાઇઓ લાગુ પડતી હોય તેટલા સુધી પેટા કલમ (૧) હેઠળની કોઇ કાયૅવાહીને લાગુ પડશે