ત્રાસદાયક રીતે ઝડતી કબજે કે ધરપકડ કરવાની શિક્ષા અંગે
આ કાયદા હેઠળ સતા વાપરતા જે કોઇ અધિકારી કે વ્યકિત
(એ) કોઇ ઇમારત કે ઘર કે એવા રહેણાક સ્થળમાં દ્વેષપૂવૅક પ્રવેશ કરે કે તેની ઝડતી લે કે તેમાં કોઇને દાખલ કરાવે કે તેની ઝડતી લેવડાવે કે
(બી) આ કાયદા મુજબ જપ્ત થવાને પાત્ર હોય તેવી કોઇ વસ્તુ કબ્જે લેવા કે તેને માટે ઝડપી લેવાના બહાનાથી કોઇ વ્યકિતની મિલકત ત્રાસદાયક રીતે અને જરૂર વગર કબ્જે લે કે
(સી) કોઇ વ્યકિતને ત્રાસદાયક રીતે અને જરૂરિયાત વિના અટકમાં રાખે તેની ઝડતી લે કે ધરપકડ કરે અથવા (ડી) બીજી કોઇપણ અન્ય રીતે દ્વેષપૂવૅક પોતાના કાયદાકીય અધિકારની માદા બહાર જાય કે તેનો ખોટો ઉપયોગ કરે તે ગુનેગાર ઠયૅથી શિક્ષાઃ- એક વષૅ સુધીની કેદની અને એક હજાર રૂપિયા સુધીના દંડની સજા કે તે બંનેની સજા થશે
Copyright©2023 - HelpLaw