ત્રાસદાયક રીતે થતો વિલંબ કરવા માટેની શિક્ષા અંગે
આ કાયદા હેઠળ અધિકાર વાપરતો જે કોઇ અધિકારી કે વ્યકિત આ કાયદા હેઠળ ધરપકડ કરેલી કોઇ વ્યકિતને કે કબ્જે કરેલી વસ્તુને આ કાયદાની જોગવાઇઓમાંથી ફરમાવ્યા પ્રમાણે મેજિસ્ટ્રેટને કે સૌથી નજીકના પોલીસ થાણાનો હવાલો ધરાવનાર અધિકારીને મોકલવામાં ત્રાસદાયક રીતે અને જરૂર વગર વિલંબ કરે તેને ગુનેગાર
શિક્ષાઃ- પુરવાર થયેથી એક વષૅ સુધીની કેદની કે એક હજાર રૂપિયા સુધીની દંડની શિક્ષા અથવા તે બંનેની સજા થશે
Copyright©2023 - HelpLaw