ધરપકડ કરેલ વ્યકિતઓને નાસી જવામાં મદદગારી કરવા માટેની શિક્ષા અંગે - કલમ:૯૭

ધરપકડ કરેલ વ્યકિતઓને નાસી જવામાં મદદગારી કરવા માટેની શિક્ષા અંગે

આ કાયદા હેઠળ સતા વાપરતા જે કોઇ અધિકારી અથવા વ્યકિત

(એ) આ કાયદા મુજબ ધરપકડ કરેલ કોઇ વ્યકિતને ગેરકાયદેસર રીતે છોડી મુકે કે

(બી) આ કાયદા મુજબ ધરપકડ કરેલ કોઇ વ્યકિતને નાસી જવામાં મદદગારી કરે કે

(સી) આ કાયદા વિરૂધ્ધનો કોઇ ગુનો કરવામાં મદદગારી કરે અને સરકારનો અથવા સ્થાનિક સતામંડળનો બીજો જે કોઇ અધિકારી આ કાયદા વિરૂધ્ધનો કોઇ ગુનો કરવામાં મદદગારી કરે તેને ગુનેગાર ઠયૅથી

શિક્ષા:- ત્રણ વષૅ સુધીની કેદની સજા કે પચાસ હજાર રૂપીયા સુધીના દંડની શિક્ષા કે તે બંને શિક્ષા થશે જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ અધિકારી કલમ -૬૫ એ હેઠળ શિક્ષાપાત્ર ગુના કરવામાં સહાય કરે તો તેને દોષિત ઠયૅથી સાત વષૅ સુધીની કેદની અને એક લાખ રૂપિયા સુધીના દંડની શિક્ષાપાત્ર થશે