જપ્તીને પાત્ર વસ્તુઓ અંગે - કલમ:૯૮

જપ્તીને પાત્ર વસ્તુઓ અંગે

(૧) આ કાયદા હઠળ સજા થઇ શક અવા કાઇ ગુના કરવામાં આવ્યો હોય ત્યારે નીચે મુજબની વસ્તુઓ અદાલતના હુકમથી જપ્ત કરવામાં આવશે

(એ) જેના સબંધે ગુનો કરવામાં આવ્યો હોય તે કોઇ નશાવાળો પદાથૅ ભાંગ ગાંજો મહુડા કાકવી દારુ ગાળવાનુ યંત્ર વાસણો ઓજારો સાધનો વિ.

(બી) ગેરકાયદે કબજો રાખવા અંગેના ગુના બાબતે જેના સબંધે આ કાયદા મુજબ ગુનો કરવામાં આવ્યો હોય તે સિવાયના બીજા કોઇ નશાયુકત પદાથૅ ભાંગ ગાંજો મહુડા કે કાકવી આરોપી કાયદેસર કબ્જામાં હોય તો તેવા કેફી પદાથૅ ભાંગ ગાંજા મહુડા કે કાકવીનો તમામ જથ્થો

(સી) જયા ગેરકયાદે આયાત નિકાસ અથવા હેરાફેરીના ગુન્હાના કિસ્સામાં ગુન્હેગાર કોઇ કેફી પદાથૅ ભાંગ ગાંજો મહુડા અથવા કાકવીની આ બધી નિયમ હેઠળની જોગવાઇઓ કે તે નીચેના નિયમો વિનિયમો અથવા હુકમોની જોગવાઇની અથવા તે નીચે અપયેલ લાઈસન્સ પાસ પરમીટ અથવા અધિકારપત્રની શરતનો ભંગ કરીને આયાત નિકાસ અથવા હેરાફેરી કરવા પ્રયત્ન થયેલ હશે ત્યારે આવા કેફી પદાથૅ ભાંગ ગાંજા મહુડા અથવા કાકવીનો તળાવ જથ્થો જેના સબંધમાં ગેરકાયદે આયાત નિકાસ અથવા હેરાફેરી કરવા પ્રયત્ન થકી હશે તે

(ડી) ગેરકાયદે વેચાણ કરવા અંગેના ગુનાની બાબતમાં જેના સબંધે કોઇ ગુનો કરવામાં આવ્યો હોય તે સિવાયના બીજા કોઇ નશીલો પદાથૅ ભાંગ ગાંજો મહુડા કે કાકવી

(૨) પેટા કલમ (૧) હેઠળ જપ્ત થવાને પાત્ર કોઇ ચીજ જેમા મળી આવે તે વાસણ દાગીનો કે બારદાન અને આવા પાત્ર દાગીના કે બારદાનમાંથી બીજી ચીજો અને એવી કોઇ ચીજ લઇ જવા માટે વપરાયેલા પશુ ગાડા વહાણો કે બીજા વાહનો પણ તે જ રીતે અદાલતના હુકમથી જપ્ત કરવાને પાત્ર થશે