સરકાર હસ્તક દાખલ થવા પાત્ર ચીજો તેના ખરા માલિકને પરત આપવા બાબત અંગે - કલમ: ૯૯

સરકાર હસ્તક દાખલ થવા પાત્ર ચીજો તેના ખરા માલિકને પરત આપવા બાબત અંગે

આ કાયદા હેઠળના ગુના માટેની ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન પૂવૅવતી કલમ હેઠળ કોઇ વસ્તુ સરકાર દાખલ થવાને પાત્ર છે એવો અદાલત નિણૅય કરે ત્યારે તે વસ્તુ પર કોઇ હકનો દાવો કરતી કોઇ વ્યકિત હોય તો તેને સાંભળ્યા પછી અને પોતાના દાવાના સમથૅનમાં જે કોઇ પુરાવા તે રજુ કરે તો તે સાંભળ્યા બાદ અદાલત સરકાર હસ્તક દાખલ કરવાનો હુકમ કરી શકશે કે નશીલો પદાથૅ ભાંગ ગાંજા મહુડા કે કાકવી સિવાયની બીજી કોઇ ચીજની બાબતમાં તે સરકાર હસ્તક દાખલ કરવાને બદલે અદાલતને યોગ્ય લાગે તેવો દંડ આપવાની છુટ માલિકને આપી શકશે.