સરકારે ખાલસા કરવાની કાયૅ પધ્ધતિ અંગે
આ કાયદા હેઠળનો કોઇ ગુનો કરવામાં ગુનેગાર જાણવામાં આવ્યો ન હોય કે મળી શકે તેમ ન હોય કે આ કાયદા હેઠળ સરકાર દાખલ થવાને પાત્ર કોઇ વસ્તુ વળી આવે કે કબજે કરવામાં આવે ત્યારે નિયામક કલેકટરને કે રાજય સરકારે આ અથૅ અધિકૃત કરેલો બીજો કોઇ અધિકારી તપાસ કરી શકશે અને આવી તપાસ પછી તેને આવી ખાતરી થાય કે કોઇ ગુનો કરવામાં આવ્યો છે તો મળી આવેલી વસ્તુ જપ્ત કરવાનો આદેશ કરી શકાશે.
આવ્યો હોય અને પરંતુ જોગવાઇ કરવામાં આવી છે કે આવો કોઇ હુકમ તે વસ્તુ કબ્જે કયૅાની તારીખથી એક માસ પુરો થાય તે પહેલા કે તે વસ્તુ ઉપર કાંઇ હકનો દાવેદાર કોઇ વ્યકિત હોય તેને સાંભળ્યા સિવાય અને પોતાના દાવાના સમથૅનમાં જે કાંઇ પુરાવો રજુ કરે તે સાંભળ્યા વિના કરી શકાશે નહિ.
Copyright©2023 - HelpLaw