
પોલીસ અધિકારનો ગુનો થતો અટકાવવા માટે ધરપકડ
(૧) પોલીસ અધિકારનો કોઇ ગુનો કરવાની યોજનાની જેને ખબર મળે તે પોલીસ અધિકારીને એમ જણાય કે તે ગુનો થતો બીજી રીતે અટકાવી શકાય તેમ નથી તો મેજિસ્ટ્રેટના હુકમ વિના અને વગર વોરંટે તે યોજના કરનાર વ્યકિતને તે પકડી શકશે
(૨) પેટા કલમ (૧) હેઠળ પકડાયેલ વ્યકિતને આ અધિનિયમની અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇપણ કાયદાની બીજી કોઇપણ જોગવાઇઓ હેઠળ વધુ અટકાયતમાં રાખવાનુ જરૂરી કે અધિકૃત હોય તે સિવાય તેને પકડયાના સમયથી ચોવીસ કલાક ઉપરાંત તેને કસ્ટડીમાં અટકાયતમાં રાખી શકશે નહીં.
Copyright©2023 - HelpLaw