તોલમાપની તપાસણી - કલમ:૧૫૩

તોલમાપની તપાસણી

(૧) કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને એમ માનવાને કારણ હોય કે સ્ટેશનની હદમાં અમુક જગ્યામાં ખોટા તોલા માપા કે તોલવાના સાધનો છે ત્યારે ત્યાં વપરાતા અથવા રાખેલા તોલા અથવા માપ અથવા તોળવાના સાધનોની તપાસણી માટે અથવા તેના માટે ઝડતી લેવા અધિકારી વિના વોરંટે તે જગ્યામાં પ્રવેશી શકશે

(૨) તેને તે જગ્યામાં ખોટા તોલા માપ અથવા તોળવાના સાધનો મળી આવે તો તેને તે કબજે લઇ શકશે અને હુકમત ધરાવતી મેજિસ્ટ્રેટને તરત તે કબજે લીધાની ખબર આપશે