પોલીસ અધિકારના કેસોમાં ખબર - ૧૫૪

પોલીસ અધિકારના કેસોમાં ખબર

(૧) પોલીસ અધિકારનો કોઇ ગુનો થવા અંગેની દરેક ખબર કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને મૌખિક રીતે અપવામાં આવે તો તેણે તે લખી જોઇશે અથવા પોતાની દેખરેખ નીચે લખાવી લેવી જોઇશે અને ખબર આપનારે તે વાંચી સંભળાવવી જોઇશે અને એવી દરેક લેખિત કે લખી લેવાયેલ ખબર ઉપર ખબર આપનારે સહી કરવી જોઇવશે અને આ માટે રાજય સરકાર ઠરાવે તેવા નમુનામાં તે અધિકારીએ પોતે રાખવાની ચોપડીમાં તેનો સારાંશ નોંધી લેવો જોઇશે

પરંતુ એમ જોગવાઇ કરી છે કે જેની સામે કલમ ૩૨૬-એ કલમ ૩૨૬-બી કલમ ૩૫૪ ૩૫૪-એ ૩૫૪-બી ૩૫૪-સી ૩૫૪-ડી ૩૭૬ ૩૭૬-એ ૩૭૬-બી ૩૭૬-સી ૩૭૬-ડી ૩૭૬-ઇ અથવા કલમ ૫૦૯ ઇ.પી.કોડ હેઠળનો ગુનો કરવામાં આવ્યો છે એમ કહેવાતુ હોય અથવા એ વિષેનો પ્રયત્ન કરાયો છે એમ કહેવાતુ હોય (એમ આરોપ મુકાતો હોય) ત્યાં આવી માહિતી મહિલા પોલીસ અધીકારી અથવા કોઇ પણ મહિલા અધિકારી નોંધી શકશે

પરંતુ વધુમાં એમ જોગવાઇ કરી છે કે

(એ) જે વ્યકિતની સામે ભારતીય દંડ સંહિતા (૧૮૬૦ નો ૪૫મો) ની કલમ કલમ ૩૫૪ ૩૫૪-એ ૩૫૪-બી ૩૫૪-સી ૩૫૪-ડી ૩૭૬ ૩૭૬-એ ૩૭૬-બી ૩૭૬-સી ૩૭૬-ડી ૩૭૬-ઇ અથવા કલમ ૫૦૯ હેઠળ અપરાધ કરવામાં આવ્યો હોવાનો આરોપી મુકાયો હોય અથવા તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય અને તે માનસિક અથવા શારીરિક રીતે ટુક સમય માટે અથવા દીધૅ સમય માટે અશકિતમાન બની ગઇ હોય ત્યારે જે તે પોલીસ અધિકારી આની નોંધ લેશે અને તે રેકોડૅ પર ચઢાવશે જેમ કરવાનુ તે વ્યકિતના ઘેર હશે યા જો એવી વ્યકિત એવુ સ્થળ પસંદ કરે તે સ્થળે હશે આમ રેકોડૅ કરવાનુ સ્પેશ્યલ એજયુકેટર અથવા ઇન્ટસ્ટ્રીટરની હાજરીમાં જેમ કિસ્સો હશે તેવુ હશે

(બી) આવી માહિતી કાગળ પર લેવામાં આવે તેનો વીડીઓગ્રાફ બનાવવામાં આવશે

(સી) જેમ બને તેમ જલ્દીથી પોલીસ અધિકારી જેનુ નિવેદન લેવાનુ છે તે વ્યકિતનુ નિવેદન જેમ બને તેમ જલ્દીથી કલમ – ૧૬૪(૫-એ) ના ખંડ (એ) જયુડિસિયલ મેજિસ્ટ્રેટ દ્રારા રેકોડૅ કરાવશે (૨) પેટા કલમ (૧) હેઠળ નોધ્યા પ્રમાણેની ખબરની એક નકલ ખબર આપનારને વિના મુલ્યે તરત આપવી જોઇશે.

(૩) પેટા કલમ (૧)માં ઉલ્લેખેલી ખબર નોંધવા માટે પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીએ ના પાડયાથી નારાજ થયેલ કોઇ પણ વ્યકિત તે માહિતીનો સારાંશ સબંધિત પોલીસ સુપ્રિન્ટન્ડન્ટનો લખીને ટપાલ મારફત મોકલી શકશે અને જો તે પોલીસ સુપ્રિટન્ડેન્ટને ખાતરી થાય કે તેવી ખબરથી પોલીસ અધિકારનો ગુનો થયાનુ જણાય છે તો તેઓ આ અધિનિયમમાં ઠરાવેલ રીતે જાતે પોલીસ તપાસ કરશે અથવા પોતાની સતા નીચેના પોલીસ અધિકારીને તે પ્રમાણે પોલીસ તપાસ કરવાનો આદેશ આપશે અને તેવા અધિકારીને તે ગુના સબંધમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને જે સતા હોય છે તે તમામ સતા રહેશે