પોલીસ અધીકાર બહારના કેસોની ખબર અને એવા કેસોમાં પોલીસ તપાસ - કલમ :૧૫૫

પોલીસ અધીકાર બહારના કેસોની ખબર અને એવા કેસોમાં પોલીસ તપાસ

(૧) કોઇ પોલીસ સ્ટેશન ઇન્ચાજૅ અધિકારીને સ્ટેશનની હદમાં પોલીસ અધિકાર બહારનો ગુનો થયાની ખબર આપવામાં આવે ત્યારે તેણે રાજય સરકાર આ અથૅ ઠરાવે તેવા નમુનામાં તેવા અધિકારીએ રાખેલી ચોપડીમાં તેનો સારાંશ નોંધવો જોઇશે અથવા નોંધાવવો જોઇશે અને તે ખબર આપનારને મેજિસ્ટ્રેટ સમક્ષ જવા જણાવવુ જોઇશે

(૨) પોલીસ અધિકાર બહારના કેસની ઇન્સાફી કાયૅવાહી કરવાની અથવા તેને ઇન્સાફી કાયૅવાહી માટે સેશન્સ કોટૅમાં મોકલવાની સતા ધરાવતા મેજિસ્ટ્રેટના હુકમ વિના કોઇ પણ પોલીસ અધિકારી એવા કેસની પોલીસ તપાસ કરી શકશે નહીં.

(૩) જેને એવો હુકમ મળે તે પોલીસ અધિકારી પોલીસ અધિકારીને કેસમાં પોલીસ તપાસ અંગે (વિના વોરંટે પકડવાની સતા સિવાયની) પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીની સતા વાપરી શકશે (૪) જયારે કોઇ કેસ બે કે તેથી વધુ ગુનાને લાગતો હોય અને તેમાનો ઓછામાં ઓછો એક ગુનો પોલીસ અધિકારીનો હોય ત્યારે બીજા ગુના પોલીસ અધિકાર બહારના હોય તે છતા તે કેસ પોલીસ અધિકારનો કેસ ગણાશે