પોલીસ અધિકારીના કેસોમાં તપાસ કરવાની પોલીસ અધિકારીની સતા - કલમ:૧૫૬

પોલીસ અધિકારીના કેસોમાં તપાસ કરવાની પોલીસ અધિકારીની સતા

(૧) પોલીસ સ્ટેશનની હદમાં અંદર આવેલા સ્થાનિક વિસ્તારમાં ઉપર હકુમત ધરાવતી કોટૅને પ્રકરણ ૧૩ની જોગવાઇઓ હેઠળ જે પોલીસ અધિકારીના કેસની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરવાની સતા હોય તેની પોલીસ તપાસ પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી મેજિસ્ટ્રેટના હુકમ વિના કરી શકશે (૨) એવા કોઇ કેસમાંની પોલીસ અધિકારીની

કાયૅવાહી સામે આ કલમ હેઠળ પોલીસ તપાસ કરવાની તેને સતા ન હતી એ કારણ કોઇ પણ તબકકે વાંધો ઉઠાવી શકાશે નહિ.

(૩) કલમ ૧૯૦ હેઠળ સતા ધરાવતા કોઇ મેજિસ્ટ્રેટ ઉપર જણાવ્યા મુજબની પોલીસ તપાસ કરવાનો હુકમ કરી શકશે