પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ કરવાની સતા - કલમ:૧૫૯

પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ કરવાની સતા

મેજિસ્ટ્રેટ એવો રિપોટૅ મળે ત્યારે પોલીસ તપાસ કરવાનો આદેશ આપી શકશે અથવા પોતાને યોગ્ય લાગે તો તરત આ અધિનિયમમાં ઠરાવેલી રીતે તે કેસની પ્રારંભિક તપાસ કરવાની અથવા અન્ય રીતે તેનો નિકાલ કરવાની કાયૅવાહી હાથ ધરી શકશે અથવા તેમ કરવાનુ પોતાની સતા નીચેના કોઇ મેજિસ્ટેટને સોંપી શકશે