
:કંઇપણ પ્રલોભન ન બતાવવા બાબત
(૧) કોઇ પોલીસ અધિકારી કે અધિકાર ધરાવનાર અન્ય વ્યકિત ભારતના પુરાવા અધિનિયમ ૧૮૭૨ ની કલમ ૨૪માં જણાવ્યા પ્રમાણેનુ કોઇ પ્રલોભન ધમકી કે વચન આપી કે અપાવી શકશે નહિ. (૨) પરંતુ આ પ્રકરણ હેઠળની કોઇ પોલીસ તપાસ દરમ્યાન પોતાની રાજીખુશીથી પોતે કરવા માગે એવુ કથન કરતા કોઇ વ્યકિતને કોઇ પોલીસ અધિકારીને અન્ય વ્યકિત કંઇ પણ ચેતવણી આપીને કે બીજી રીતે અટકાવી શકશે નહિ
પરંતુ આ પેટા કલમના કોઇપણ મજકુરથી કલમ ૧૬૪ની પેટા કલમ (૪)ની જોગવાઇઓને બાધ આવશે નહિ.
Copyright©2023 - HelpLaw