
કબુલાતો અને કથનો નોંધવા બાબત
(૧) કોઇ મેટ્રોપોલીટન કે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પોતાને તે બાબતમાં હકુમત હોય કે ન હોય તો પણ આ પ્રકરણ હેઠળની અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કાયદા હેઠળની પોલીસ તપાસ દરમ્યાન અથવા ત્યાર પછી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવામાં આવે તે પહેલા કોઇ પણ સમયે પોતાની સમક્ષ કરવામાં આવેલ કબુલાત કે કથનની લેખિત નોંધ કરી શકશે એમ જોગવાઇ કરી છે કે આ પેટા કલમ હેઠળ કેરલી કોઇપણ કબુલાત કે નિવેદન ઓડિઓ વિડિઓ ઇલેકટ્રોનિક સાધનોથી ગુનાની આરોપી વ્યકિતના ધારાશાસ્ત્રીની હાજરીમાં નોંધી શકશે વધુમાં એમ જોગવાઇ કરવામાં આવે છે કે તત્કાલીન પ્રવતૅમાન કોઇ કાયદા હેઠળ જે પોલીસ અધિકારીને મેજિસ્ટ્રેટની સતાઓ અપાઇ છે તેનાથી કોઇપણ કબુલાતની નોંધણી થઇ શકશે નહિ.
(૨) એવી કોઇ કબુલાતની લેખિત નોંધ કરતા પહેલા તે કરનાર વ્યકિતને મેજિસ્ટ્રેટ સમજાવવુ જોઇશે કે એવી કબુલાત કરવા માટે તે બંધાયેલ નથી અને તે તેમ કરશે તો તે તેની સામે પુરાવા તરીકે ઉપયોગમાં લઇ શકાશે અને કબુલાત કરનારને પુછપરછ કરતા તેણે સ્વેચ્છાથી કબુલાત કરી છે એવુ માનવાને પોતાને કારણ ન હોય તો કોઇ પણ મેજિસ્ટ્રેટ એવી કબુલાતની લેખિત નોંધ કરશે નહિ.
(૩) કબુલાતની નોંધ કરવામાં આવે તે પહેલા કોઇ પણ સમયે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થનાર કોઇ વ્યકિત જણાવે કે પોતે કબુલાત કરવા રજી નથી તો મેજિસ્ટ્રેટ તે વ્યકિતને પોલીસ કસ્ટડીમાં અટકમાં રાખવાની છુટ આપશે નહીં.
(૪) એવી કોઇ કબુલાત આરોપીની જુબાની નોંધવા માટે કલમ ૨૮૧માં જોગવાઇ કરેલી રીતે નોંધવી જોઇશે અને કબુલાત કરનાર વ્યકિતએ તેમા સહી કરવી જોઇશે અને મેજિસ્ટ્રેટે એવી નોંધને છેડે નીચેની મતલબની યાદી નોંધવી જોઇશે
મે (નામ) ને સમજાવ્યુ છે કે તે કબુલાત કરવા બંધાયેલ નથી અને તેમ કરશે તો તેણે કરેલી કબુલાત તેની સામે પુરાવા તરીકે ઉપયોગમાં લઇ શકાશે હુ માનુ છુ કે આ કબુલાત સ્વેચ્છાથી કરવામાં આવી હતી તે મારી હાજરીમાં અને મારા સાંભળતા લેવામાં આવી હતી અને તે કરનાર વ્યકિતને તે વાંચી સંભળાવવામાં આવી હતી અને તે ખરી હોવાનુ તેણે કબૂલ કર્યું હતુ અને તેમા તેણે કરેલા કથનનો પુરો અને ખરો હેવાલ છે. (સહી)ક. ખ. મેજિસ્ટ્રેટ
(૫) પેટા કલમ (૧) હેઠળ કરેલ (કબુલાત) સિવાયનુ કોઇ કથન આ અધિનિયમમાં હવે પછી ઠરાવેલી રીતે પુરાવા લેવા માટેની મેજિસ્ટ્રેટના અભિપ્રાય મુજબ કેસના સંજોગો માટે સૌથી યોગ્ય હોય તેવી રીતે નોંધવુ જોઇશે અને જે વ્યકિતનુ કથન એવી રીતે નોધ્યુ હોય તેને સોગંદ લેવડાવવાની મેજિસ્ટ્રેટને સતા રહેશે
(૫એ (એ) કલમ-૩૫૪ ૩૫૪-એ ૩૫૪-બી ૩૫૪-સી ૩૫૪-ડી ૩૭૬ ની પેટા કલમ (૧) અથવા (૨) કલમ ૩૭૬-એ ૩૭૬-બી ૩૭૬-સી ૩૭૬-ડી ૩૭૬-ઇ અથવા કલમ ૫૦૯માં જેની સામે એવો અપરાધ કરવામં આવ્યો છે તેનુ નિવેદન જયુડિસિયલ મેજિસ્ટ્રેટ નોંધી લેશે જે પેટા કલમ (૫)માં ઠરાવ્યા પ્રમાણેનુ હશે આવુ નોંધવાનુ કાયૅ ગુનો બન્યાની ખબર તેને આપવામાં આવે તે તુરતજ કરાશે
પરંતુ એમ ઠરાવવામાં આવ્યુ છે કે આમ કામ ચલાઉ કે કાયમી નિવેદન આપનાર વ્યકિત જો કાયમી અથવા ટુંકાસમય માટે શારિરીક રીતે અથવા
માનસિક રીતે અશકત હોય તો મેજિસ્ટ્રેટ એ માટે દુભાષિયાની મદદ આવા ખાસ એજયુકેટર ની મદદ લેશે વધુમાં એમ જોગવાઇ કરી છે કે નિવેદન કરનાર વ્યકિત કામચલાઉ રીતે અથવા કાયમ માટે માનસિક રીતે કે શારિરિક રીતે અશકત હોય તો દુભાષિયાની મદદથી અથવા ખાસ એજયુકેટરની મદદથી તેનુ નિવેદન વીડીઓગ્રાફીથી લેવાશે
(બી) પેટા ખંડ (એ) હેઠળ નોંધવામં આવેલુ એવી વ્યકિતનુ નિવેદન કે કામચલાઉ રીતે અથવા કાયમ ખાતે માનસિક રીતે અથવા શારીરિક રીતે અશકત છે તેનુ નિવેદન સર તપાસને બદલે મેળવાયેલુ નિવેદન ગણાશે (કલમ ૧૩૭ ભારતીય પુરાવા અધિનિયમ ૧૮૭૨ હેઠળ) અને તે કરનાર વ્યકિતની આવા નિવેદન પર ઉલટતપાસ કરી શકાશે અને તેને ટ્રાયલના સમયે નોંધવાની જરૂરત રહેશે નહિ (૬) આ કલમ હેઠળ કથન કે કબુલાત નોંધનાર મેજિસ્ટ્રેટ જેણે તે કેસમાં તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરવાની હોય તે મેજિસ્ટ્રેટને તે મોકલી આપશે
Copyright©2023 - HelpLaw