પોલીસ અધિકારીએ ઝડતી લેવા બાબત - કલમ:૧૬૪(અ)

પોલીસ અધિકારીએ ઝડતી લેવા બાબત

(૧) પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને અથવા પોલીસ તપાસ કરતા કોઇ પોલીસ અધિકારીને એમ માનવાને વાજબી કારણ હોય કે જેની પોલીસ તપાસ કરવા માટે પોતાને અધિકાર છે તેવા ગુનાની પોલીસ તપાસ માટે જરૂરી વસ્તુ જે પોલીસ સ્ટેશન પોતાના ચાજૅમાં છે અથવા જયાં તે નોકરી કરે છે તે પોલીસ સ્ટશેનની હદમાં કોઇ પણ જગ્યાઓથી મળી આવવાનો સંભવ છે અને તે વસ્તુ પોતાના અભિપ્રાય પ્રમાણે વધુ પડતી ઢીલ થયા વિના બીજી રીતે મેળવી શકાય તેમ નથી તો તે પોતાની માન્યતામાં કારણોની લેખિત નોંધ કરીને અને જેને માટે ઝડતી લેવાની હોય તે વસ્તુ શકય હોય ત્યાં સુધી તે લખાણમાં નિર્દિષ્ટ કરીને તેવા તે સ્ટેશનના હદમાં કોઇ પણ જગ્યાની તે વસ્તુ માટે ઝડતી લઇ શકશે કે લેવડાવી શકશે (૨) પેટા કલમ (૧) હેઠળ કાયૅવાહી કરતા પોલીસ અધિકારીએ શકય હોય તો જાતે ઝડતી લેવી જોઇશે (૩) પોતે જાતે ઝડતી લઇ શકે તેમ ન હોય એન ઝડતી લઇ શકે તે અન્ય કોઇ વ્યકિત તે સમયે હાજર ન હોય તો તેમ કરવાના પોતાના કારણોની લેખિત નોંધ કરીને એ પોતાની સતા નીચેના કોઇ અધિકારીને ઝડતી લેવાનુ ફરમાવી શકશે અને તેને ઝડતી લેવાની જગ્યા અને શકય હોય તો જેના માટે ઝડતી લેવાની હોય તે વસ્તુનો નિર્દેશ કરતો લેખિત હુકમ આપશે અને તેમ થયે તે નીચેનો અધિકારી તે વસ્તુ માટે તે જગ્યાની ઝડતી લઇ શકશે

(૪) ઝડતી વોરંટ અંગેના આ અધિનિયમની જોગવાઇઓ અને કલમ ૧૦૦ની ઝડતી અંગેની સામાન્ય જોગવાઇઓ શકય હોય તેટલે અંશે આ કલમ હેઠળ લીધેલી ઝડતીને લાગુ પડશે (૫) પેટા કલમ (૧) કે પેટા કલમ (૩) હેઠળ કરેલી લેખિત નોંધની નકલો તો ગુના અંગેની કાયૅવાહી કરવાની સતા ધરાવતા નજીકમાં નજીકના મેજિસ્ટ્રેટને તરત મોકલવી જોઇશે અને જેની ઝડતી લેવાયેલ હોય તે જગ્યાનો માલિક કે ભોગવટો કરનાર અરજી કરે તો મેજિસ્ટ્રેટે તેની નકલ વિના મુલ્યે તેને આપવી જોઇશે