પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી બીજા પાસે ઝડતી વોરંટ કાઢવાની માંગણી કાયારે કરી શકે - કલમ:૧૬૫

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી બીજા પાસે ઝડતી વોરંટ કાઢવાની માંગણી કાયારે કરી શકે

(૧) કોઇ પોલીસ સ્ટેશનનન ઇન્ચાજૅ અધિકારી અથવા સબ ઇન્સ્પેકટરથી નીચલા દરજજાના ન હોય તેવા પોલીસ તપાસ કરતા પોલીસ અધિકારી જે કેસમાં પોતે પોતાના સ્ટેશનની હદમાં ઝડતી લેવડાવી શકતા હોય તે જ કેસમાં તે જ જિલ્લાના કે જુદા જિલ્લાના બીજા કોઇ પણ પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી પાસે કોઇપણ જગ્યાએ ઝડતી લેવડાવવા માંગણી કરી શકશે

(૨) એ રીતે માંગણી થયે તે અધિકારીએ કલમ ૧૬૫ની જોગવાઇઓ અનુસાર કાયૅવાહી કરવી જોઇશે અને કોઇ વસ્તુ મળી આવે તો તે ઝડતી જેની વિનંતીથી લેવામાં આવેલ હોય તે અધિકારીને મોકલી આપવી જોઇએ (૩) બીજા કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી પાસે પેટા કલમ (૧) મુજબ ઝડતી લેવડાવતા ઢીલ થવાના પરિણામે કોઇ ગુનો થયાનો પુરાવો છુપાવી દેવાય અથવા તેનો નાશ કરી નંખાય એવો સંભવ છે એમ માનવાને કારણ હોય ત્યારે કલમ ૧૬૫ની જોગવાઇઓ અનુસાર કોઇ બીજા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કોઇ જગ્યા પોતાના પોલીસ સ્ટેશનની હદમાં હોય તે રીતે તેની ઝડતી લેવાનુ અથવા લેવડાવવાનુ કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી અથવા આ પ્રકરણ હેઠળ પોલીસ તપાસ કરતા પોલીસ અધિકારી માટે કાયદેસર ગણાશે (૪) પેટા કલમ (૩) મુજબ ઝડતી લેનાર અધિકારીએ તે જગ્યા જે પોલીસ સ્ટેશનની હદમાં હોય તેના ઇન્ચાજૅ અધિકારીને તે ઝડતીની નોટીશ તરત મોકલવી જોઇશે અને તેની સાથે કલમ ૧૦૦ હેઠળ યાદી તૈયાર કરી હોય તો તેની કલમ પણ મોકલવી જોઇશે અને તે ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવાની સતા ધરાવતા નજીકમાં નજીકના મેજિસ્ટ્રેટને પણ કલમ ૧૬૫ની પેટા કલમો (૧) અને (૩)માં ઉલ્લેખેલા રેકડૅની નકલો મોકલવી જોઇશે

(૫) જેની ઝડતી લેવાયેલ હોય તે જગ્યાનો માલિક કે ભોગવટો કરનાર અરજી કરે તે તો તેને પેટા કલમ (૪) મુજબ મેજિસ્ટ્રેટને મોકલાયેલા રેકડૅની નકલ વિના મુલ્યે આપવી જોઇશે