
ભારતની બહારના દેશોમાં અને દેશમાં તપાસ અંગે સક્ષમ સતાને વિનંતી પત્ર લખવાબાબત
(૧) આ અધિનિયમમાં અન્યથા બીજુ જણાવેલ હોય છતા જો કોઇ ગુનાની તપાસ દરમ્યાન તપાસ અધિકારી અથવા તેનાથી ઉપરી અધિકારી દ્વારા એવી અરજી કરવામાં આવે કે પુરાવા પરદેશમાંથી મળી શકે તેમ છે ત્યારે કોઇ પણ ફોજદારી અદાલત તે દેશની કે તે પ્રદેશની યોગ્ય હકુમત ૦ ૦ ૦રાવતી કોટૅને વિનંતી પત્ર મોકલી ગુના અંગે માહિતી ધરાવનાર વ્યકિતને મૌખિક તપાસી શકશે અને તેનુ બયાન તપાસ દરમ્યાન નોંધ કરવા તથા તે વ્યકિતને કે બીજી વ્યકિતને તેના કબ્જામાં હોય તે કેસને લગતા દસ્તાવેજો રજુ કરવા અને તે તમામ એકઠા કરેલા પુરાવાઓ અથવા અધિકૃત નકલો કે કબજે લીધેલી ચીજ વિનંતી પત્ર મોકલનાર કોટૅને મોકલી આપવા વિનંતી પત્ર મોકલશે (૨) આ વિનંતી પત્ર આ બાબતમાં મધ્યસ્થ સરકાર નકકી કરે તે રીતે મોકલવામાં આવશે
(૩) પેટા કલમ (૧) હેઠળ જે પણ બયાન નોંધવામં આવેલ હોય અથવા દસ્તાવેજ કે વસ્તુ કબ્જે કરવામાં આવી હોય તેને આ પ્રકરણ હેઠળ તપાસ દરમ્યાન એકત્ર કરેલ પુરાવા તરીકે ગ્રાહય રાખવામાં આવશે
Copyright©2023 - HelpLaw