:ભારત બહારના પ્રદેશની કોટૅ અથવા તપાસ અંગેની સતા તરફથી વિનંતી પત્ર બાબત - કલમ:૧૬૬ (અ)

:ભારત બહારના પ્રદેશની કોટૅ અથવા તપાસ અંગેની સતા તરફથી વિનંતી પત્ર બાબત

(૧) ભારતની બહારની વિનંતી પત્ર મોકલવા સક્ષમ તેવી કોટૅ કે તપાસ સંસ્થાનો તેમના દેશની અંદર બનેલ કોઇ ગુના અંગે કોઇ વ્યકિતની તપાસ કરવા અથવા તે દેશના ગુનાને લગતા કોઇ દસ્તાવેજ કે વસ્તુ કબજે કરવા વિનંતી પત્ર મોકલે ત્યારે મધ્યસ્થા સરકારને યોગ્ય લાગે તો

(ક) તે વિનંતી પત્ર ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કે ચીફ જયુ. મૈજિસ્ટ્રેટને અથવા આ માટે નિયુકત કરવામાં આવેલ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કે ચીજ જયુ. મેજિસ્ટ્રેટ કે ચીફ જયુ. મેજિસ્ટ્રેટ મોકલી આપશે અને ત્યારબાદ તે મેજિસ્ટ્રેટ તેવી વ્યકિતને પોતાની સમક્ષ હાજર રહેવા ફરમાન કરશે અને તેનુ બયાન નોંધશે અને દસ્તાવેજ કે વસ્તુ હાજર કરવા જણાવશે અથવા

(ખ) તે વિનંતી પત્ર પોલીસ અધિકારીને તપાસ માટે મોકલી આપશે અને તે ગુનો ભારતમાં બનેલ છે તે રીતે તપાસ કરશે

(૨) પેટા કલમ ૧ હેઠળ જે પુરાવા એકત્ર કરવામાં આવ્યા હોય તે કે તેની અધિકૃત નકલો અથવા એકત્ર કરેલી વસ્તુ મેજિસ્ટ્રેટ અથવા પોલીસ ઓફિસર જે લાગુ પડે તે મધ્યસ્થ સરકાર નકકી કરે તે રીતે મુજબ વિનંતી પત્ર મોકલનાર અદાલત કે તપાસ સંસ્થાને મોકલવા મધ્યસ્થ સરકારને મોકલી આપશે