ચોવીસ કલાકમાં પોલીસ તપાસ પુરી ન થઇ શકે ત્યારે અનુસરવાની કાયૅરીતિ - કલમ:૧૬૬ (બ)

ચોવીસ કલાકમાં પોલીસ તપાસ પુરી ન થઇ શકે ત્યારે અનુસરવાની કાયૅરીતિ

(૧) જયારે પણ કોઇ વ્યકિતને પકડીને કસ્ટડીમાં રાખવામાં આવે અને એમ જણાય કે કલમ ૫૭માં નકકી કરેલી ચોવીસ કલાકની મુદતની અંદર પોલીસ તપાસ પુરી થઇ શકે તેમ નથી અને આરોપ કે માહિતી વજુદવાળી છે એમ માનવાને કારણો છે ત્યારે પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીએ અથવા પોલીસ તપાસ કરતા સબ ઇન્સ્પેકટર કરતા નીચલા દરજજાના ન હોય તે પોલીસ અધિકારીએ આ અધિનિયમમાં હવે પછી ઠરાવેલી ડાયરીમાં કેસ સબંધી કરેલી નોંધોની એક નકલ નજીકમાં નજીકના જયુડિશિયલ મેજીસ્ટ્રેટને તરત મોકલવી જોઇએ અને આરોપીને તે જ સમયે તે મેજિસ્ટ્રેટ તરફ મોકલી દેવો જોઇશે

(૨) આ કલમ હેઠળ આરોપીને જેની તરફ મોકલવામાં આવે તે મેજિસ્ટ્રેટ તે મેસની ઇન્સાફી કાયૅવાહી કરવાની પોતાને હકુમત હોય કે ન હોય તો પણ વધુમાં વધુ પંદર દિવસ સુધી આરોપીને એવા મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તેવી કસ્ટડીમાં રાખવાનો વખતોવખત અધિકાર આપી શકશે અને તે કેસની ઇન્સાફી કાયૅવાહી કરવાની અથવા ઇન્સાફી કાયૅવાહી માટે તે કમિટ કરવાની પોતાને હકુમત ન હોય અને આરોપીને વધારે સમય અટકમાં રાખવાનુ તેને બિનજરૂરી લાગે તો તે મેજિસ્ટ્રેટ એવી હકુમત ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીને મોકલી આપવાનો હુકમ કરી શકશે

(ક) તેમ કરવા માટે પુરતા કારણ છે એવી મેજિસ્ટ્રેટને ખાતરી થાય તો તે પંદર દિવસની મુદત ઉપરાંત મુદત માટે આરોપીને પોલીસ કસ્ટડી સિવાય અટકાયતમાં રાખવાનો અધિકાર આપી શકશે પરંતુ કોઇ પણ મેજિસ્ટ્રેટ

(૧) મૃત્યુદંડની જન્મટીપની અથવા દસ વષૅ કરતા ઓછી ન હોય તેટલી મુદતની કેદની સજાને પાત્ર હોય તેવા ગુનાને લગતી તપાસ હોય ત્યારે એકસો વીસ દિવસથી

(૨) બીજા કોઇ પણ ગુનાને લગતી તપાસ હોય ત્યારે સાઠ દિવસથી

વધુ હોય તેવી કૂલ મુદત માટે આ કલમ હેઠળ આરોપીને કસ્ટડીમાં અટકાયતમાં રાખવાનો અધિકાર આપી શકશે નહીં અને યથા પ્રસંગ સદરહુ એકસો વીસ (૧૨૦) દિવસની અથવા સાઠ (૬૦) દિવસની મુદત પુરી થયે આરોપી જામીન આપવા તૈયાર હોય અને આપે તો તેને જામીન ઉપર છોડવામાં આવશે અને આ કલમ હેઠળ જમીન ઉપર છોડવામાં આવેલ દરેક વ્યકિત પ્રકરણ ૩૩ના હેતુઓ માટે તે પ્રકરણની જોગવાઇઓ હેઠળ એ રીતે છોડવામાં અવાલ ગણાશે

(ખ) આ કલમ હેઠળ કોઇ પણે મેજિસ્ટ્રેટ પોલીસે કરેલી આરોપીની અટકાયતનો અધિકૃત કરશે નહિ સિવાય કે આરોપીને જયાં સુધી તે પોલીસ હવાલાતમાં રહે ત્યારે પ્રથમવાર અને પછી દરેક સમયે મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હોય પરંતુ જયારે આરોપીને એની સમક્ષ રૂબરૂમાં અથવા તો વીડિઓ લિંકેજ દ્રારા રજુ કરવામાં આવે ત્યારે તે એની અટકાયતનો ન્યાયિક કેદમાં લંબાવી શકશે

ગુજરાત રાજયનો સુધારો અમલ તા-૧૬/૦૮/૨૦૦૩

(ખ) (૧) આરોપી પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે તેને મેજીસ્ટ્રેટ સમક્ષ રૂબરૂમાં હાજર કરવામાં આવે અને

(૨) આરોપી પોલીસ કસ્ટડી સિવાયની અન્ય જગ્યાએ હોય ત્યારે મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર તેને રૂબરૂમાં અથવા ઇલેકટ્રોનિક વીડિયો લિંકેજના માધ્યમ મારફત મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવે તે સિવાય કોઇપણ મેજિસ્ટ્રેટ આ કલમ હેઠળ કોઇ કસ્ટડીમાં વધુ અટકાયતમાં રાખવા માટે અધિકાર આપી શકશે નહિ

(ગ) આ અથૅ હાઇકોટૅ ખાસ રીતે સતા આપેલ ન હોય તેવા બીજા વગૅના કોઇ પણ મેજિસ્ટ્રેટ પોલીસ કસ્ટડીમાં અટકાયતમાં રાખવા માટે કોઇને અધીકાર આપી શકશે નહિ.

સ્પષ્ટીકરણ ૧ - શંકાના નિવારણ માટે આથી જાહેર કરવામાં આવે છે કે પરિચ્છેદ (ક)માં નિર્દિષ્ટ કરેલી મુદત પુરી થઇ હોય તે છતા આરોપી જામીન ન આપે ત્યાં સુધી તેને કસ્ટડીમાં અટકાયતમાં રાખવામાં આવશે

સ્પષ્ટીકરણ ૨ - ખંડ (બી) હેઠળ આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરાયો હતો કે નહિ એવો પ્રશ્ન જો પેદા થાય ત્યારે અટકાયતને અધિકૃત કરતા આદેશ પર આરોપીની સહી હશે તેના દ્રારા આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરાયો હતો તેમ પુરવાર કરી શકાશે અથવા તો ઇલેકટ્રિક વીડિયો લીકેજ મારફત રજુ કરાયાના અધિકૃત આદેશ દ્રારા તેને મેજિસ્ટ્રે સમક્ષ રજુ કરાયો હતો એમ જે પ્રમાણે કિસ્સો હશે તેમ પુરવાર કરી શકાશે વધુમાં એમ જોગવાઇ કરવામાં આવે છે કે ૧૮ વષૅથી નીચેની મહિલા બાબતમાં એની અટકાયતને રીમાન્ડ હોમ દ્રારા અધિકૃત કરાશે અથવા માન્ય સામાજીક સંસ્થા દ્રારા અધિકૃત કરાશે

(૨-ક) પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૨)માં ગમે તે મજકૂર હોય તે છતા પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારી અથવા તપાસ કરનાર પોલીસ અધિકારી સબ ઇન્સ્પેટકરના દરજજા કરતા નીચલા દરજજાના ન હોય તો તે જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ઉપલબ્ધ ન હોય ત્યાં તેને જયુડિશિયલ મેજિસ્ટ્રેટના અથવા મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની સતાઓ સોપવામાં આવી હોય તેવા સૌથી નજીકના એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટને કેસને લગતી આમા હવે પછી વિહિત કરેલ ડાયરીમાં નોંધની નકલ મોકલશે અને તેજ વખતે આરોપીને તેવા એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલશે અને તેમ થયે એવા એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ કારણોની લેખિત નોંધ કરીને એકંદર સાત દિવસ કરતા વધુ ન હોય તેટલી મુદત સુધી પોતાને યોગ્ય લાગે તેવી કસ્ટડીમાં આરોપીને અટકાયતમાં રાખવાનો અધિકાર આપી શકશે અને એવી રીતે અધિકૃત કરેલી અટકાયતની મુદત પુરી થતા આરોપીને વધુ અટકાયતમાં રાખવા માટેનો હુકમ તેવો હુકમ કરવાની સતા ધરાવતા મેજિસ્ટ્રેટે કર્યો હોય તે સિવાય તેને જામીન ઉપર છોડવામાં આવશે અને એવી વધુ અટકાયત માટેનો હુકમ કરવામાં આવે ત્યોર જે મુદત દરમ્યાન આરોપીને આ પેટા કલમ હેઠળ એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટે કરેલા હુકમો હેઠળ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હોય તો મુદત પેટા કલમ (૨)ના પરંતુકના પરિચ્છેદ (ક)માં નિર્દિષ્ટ કરેલ મુદતની ગણતરી કરવામાં ધ્યાનમાં લેવી જોઇશે

પરંતુ ઉપયૅકત મુદત પુરી થતા પહેલા એકઝીકયુટી મેજિસ્ટ્રેટ સૌથી નકજીકના મજયુડિશિયલ મેજિસ્ટ્રેટને યથાપ્રસંગ પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવતા અધિકારીએ અથવા તપાસ કરનાર પોલીસ અધિકારીએ તેને મોકલ્યો હોય તે કેસને લગતી ડાયરીમાં નોંધોની નકલ સહિત કેસના રેકડૅ મોકલશે

(૩) આ કલમ હેઠળ પોલીસ કસ્ટડીમાં રાખવાનો અધિકાર આપતા મેજિસ્ટ્રેટે તેમ કરવાના પોતાના કારણોની લેખિત નોંધ કરવી જોઇશે.

(૪) ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સિવાયના કોઇ મેજિસ્ટ્રેટ એવો હુકમ કરે તો તેણે તે કરવાના પોતાના કારણો સહિત હુકમની એક નકલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટને મોકલવી જોઇશે

(૫) સમન્સ કેસ તરીકે મેજિસ્ટ્રેટ જેની ઇન્સાફી કાયૅવાહી કરી શકે તેવા કોઇ પણ કેસમાં જે તારીખે આરોપીને પકડવામાં આવેલ હોય તે તારીખથી છ મહિનાની મુદતની અંદર પોલીસ તપાસ પુરી થયેલ ન હોય તો પોલીસ તપાસ કરતા અધીકારી મેજિસ્ટ્રેટને એવી ખાતરી કરી આપે કે ખાસ કારણોને લીધે અને ન્યાયના હિતમાં છ મહિનાનથી વધુ મુદત માટે પોલીસ તપાસ ચાલુ રાખવી જરૂરી છે તે સિવાયના મેજિસ્ટ્રેટે ગુનાની વધુ પોલીસ તપાસ બંધ કરવાનો હુકમ કરવો જોઇશે

(૬) પેટા કલમ (૫) હેઠળ ગુનાની વધુ પોલીસ તપાસ બંધ કરતો કોઇ હુકમ કરવામાં આવેલ હોય ત્યારે પોતાને કરવામં આવેલી અરજી ઉપરથી કે બીજી રીતે સેશન્સ ન્યાયાધીશને ખાતરી થાય કે ગુનાની વધુ પોલીસ તપાસ કરવાની જરૂર છે તો તે પેટા કલમ (૫) હેઠળ કેરલો હુકમ રદ કરી શકશે નહિ અને તે નિર્દિષ્ટ કરે તેવા જામીન અને બીજી બાબત સબંધી આદેશને આધીન રહેને ગુનાની વધુ પોલીસ તપાસ કરવાની ફરમાવી શકશે