પુરાવો અપુરતો હોય ત્યારે આરોપીને છુટો કરવા બાબત
આ પ્રકરણ હેઠળની પોલીસ તપાસ ઉપરથી પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને એમ જણાય કે આરોપીને મેજિસ્ટ્રેટ તરફ મોકલવાનુ વાજબી ઠરાવે એવો પુરતો પુરાવો નથી અથવા એવી શંકા માટે વાજબી કારણ નથી તો અને તે આરોપી કસ્ટડીમાં હોય તો પોલીસ રિપોટૅ ઉપરથી ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવાની અને આરોપી સામે ઇન્સાફી કાયૅવાહી કરવાની અથવા તે માટે તેને કમિટ કરવાની સતા ધરાવતા મેજિસ્ટ્રેટની સમક્ષ તેને ફરમાવવામં આવે ત્યારે હાજર થવા માટે પોતે આદેશ આપે તેવો જામીન સહિતનો કે તે વિનાનો મુચરકો આપે તો તે અધિકારીએ આરોપીને કસ્ટડીમાંથી મુકત કરવો જોઇશે નોંધઃ
અવલોકનોને રદ કરવાઃ આગોતરા જમીન આપતી વેળાએ અથવા તેના ઇનકાર વખતે કેસની અમુક બાબતોની વિચારણા કરવામાં આવે પરંતુ પછીથી વચ્ચે પડનાર સંસ્થા ક્રિ.પ્રો. કોડની કલમ ૧૬૯ હેઠળ રિપોટૅ ફાઇલ કરે ત્યારે એને ન્યાયના વહીવટમાં દખલ તરીકે ગણવુ જોઇએ કે નહીં તે મુશ્કેલ પ્રશ્ન છે પરંતુ આવા અવલોકનો કાયદાકીય રીતે સમથૅનીય નથી અને આવશ્યક પણ નથી તેથી તેને રદ કરવાની સુચના આપવામાં આવી
કલમ ૧૬૯ ૧૭૦ ને ૧૭૩ આરોપનામુ અને આખરી અહેવાલ અભિવ્યકિત પોલીસ મેન્યુઅલમાં અભિવ્યકત થયેલ વિગતોને સમજાવવામાં આવી
Copyright©2023 - HelpLaw