બળાત્કારનો ભોગ બનેલ સ્ત્રીની (વિકટીમ) તબીબી અધિકારી દ્રારા તપાસ - કલમ:૧૬૯

બળાત્કારનો ભોગ બનેલ સ્ત્રીની (વિકટીમ) તબીબી અધિકારી દ્રારા તપાસ

(૧) જયારે બળાત્કારનો અથવા બળાત્કારના પ્રયત્નનો ગુનો બન્યાનુ ઇન્વેસ્ટિગેશન (તપાસ) ચાલુ હોય તેવા તબકકે તેવી સ્ત્રીને મેળવવી કે જેની ઉપર બળાત્કાર થયો હોય અથવા તે માટે પ્રયત્ન થયો હોય તેની દાકતરી નિષ્ણાત પાસે તપાસ કરાવવી જરૂરી અને તેવી તપાસ રજીસ્ટૉ મેડિકલ પ્રેકટિશનર કે જે સરકાર અથવા સ્થાનિક સ્વરાજયની સંસ્થાના કમૅચારી હોય અને તેઓની ગેરહાજરીમાં એવા પ્રેકિટશનર કે જે કોઇપણ રજીસ્ટૉ મેડિકલ પ્રેકિટશનર હોય તે કરી શકે તે માટે તેવી સ્ત્રીની પરવાનગી અથવા સંમતિ અથવા તો તેવી સ્ત્રીના સંદર્ભે સંમતિ આપવા સક્ષમ વ્યકિતની સંમતિથી આવી સ્ત્રીને રજિસ્ટૉ મેડિકલ પ્રેકિટશનર સમક્ષ ગુનો બન્યાની માહિતી મળ્યાના ચોવીસ કલાકમાં મોકલવી જોઇએ (૨) રજીસ્ટૉ મેડિકલ પ્રેકિટશનર કે જેની સમક્ષ આવી સ્ત્રીને મોકલાઇ છે તેણે કોઇ પણ જાતના વિલંબ સિવાય તેણીની તપાસ કરવી અને તેણે કરેલ તપાસનો રિપોટૅ નીચેની વિગતો સાથેનો તૈયાર કરવો જોઇશે

(૧) સ્ત્રીનુ નામ અને સરનામુ અને તેણીને લાવનાર વ્યકિતનુ નામ અને સરનામુ (૨) સ્ત્રીની ઉમર

(૩) જે સ્ત્રીનો ડી.એન.એ પ્રોફાઇલ મેળવવાના હેતુસર લેવાયેલ મટિરિયલ્સનુ વણૅન

(૪) એવી સ્ત્રીને થયેલ ઇજાના નિશાનો

(૫) સ્ત્રીની સામાન્ય માનસિક પરિસ્થિતિ

(૬) અન્ય મટિરિયલ ચોકકસપણે કે જે વાજબી પણે વિગતવાર જરૂરી હોય (૩) રિપોટૅમાં દરેક તારણ ઉપર આવવા માટેનુ ચોકકસ કારણ દશૅવવુ જોઇશે (૪) આવો અહેવાલ ખાસ કરીને રેકૉ ઉપર સ્ત્રીની અથવા તો સ્ત્રી વતી સક્ષમ વ્યકિતએ સહમતિ આપેલ છે તે પછી આવુ પરીક્ષણ કરી પરીક્ષણ અહેવાલ મેળવાયેલ છે તેવુ દશૅવવુ જોઇશે (૫) આવુ પરિક્ષણ શરૂ કરાયાનો અથવા કરવામાં આવ્યાનો અને પુરુ કરવામાં આવ્યાનો ચોકકસ સમય

પણ અહેવાલમાં નોંધવો જોઇશે

(૬) આવો અહેવાલ રજિસ્ટૉ મેડિકલ પ્રેકિટશનરે કોઇપણ જાતના વિલંબ સિવાય તપાસ કરનાર અધિકારી તરફ મોકલી આપવાનો રહેશે કે જેણે કલમ-૧૭૩ની પેટા કલમ (૫)ના કલોઝ (એ) અન્વયે દસ્તાવેજી પુરાવા તરીકે મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી આપવો જોઇશે

(૭) આ કલમમાં એવુ કાંઇ જ કાયદેસર રીતે કોઇ તપાસ માટે બનાવવામાં અથવા રચવામાં આવ્યુ નથી કે જે સ્ત્રીની અથવા તો સ્ત્રી વતી સંમતિ આપવા સક્ષમ વ્યકિતની સંમતિ વિના કરવુ જોઇએ સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુસર પરીક્ષણ અને રજિસ્ટૉ મેડિકલ પ્રેકિટશનર કલમ-૫૩માં વણૅવ્યા મુજબનો અથૅ કરવાનો રહેશે