પુરાવો પુરતો હોય ત્યોર કેસ મેજિસ્ટ્રેટને મોકલી આપવા બાબત - કલમ:૧૭૦

પુરાવો પુરતો હોય ત્યોર કેસ મેજિસ્ટ્રેટને મોકલી આપવા બાબત

(૧) આ પ્રકરણ હેઠળ પોલીસ તપાસ કરનાર પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને એમ જણાય કે ઉપર જણાવ્યા પ્રમાણે પુરતો પુરાવો કે વાજબી કારણ છે તો તે અધિકારીએ પોલીસ રિપોટૅ ઉપરથી ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવાની અને આરોપી સામે ઇન્સાફી કાયૅવાહી કરવાની અથવા તે માટે તેને કમિટ કરવાની સતા ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીને કસ્ટડી હેઠળ મોકલી આપવો જોઇશે અથવા તે ગુનો જામીની હોય અને આરોપી જામીનગીરી આપી શકે તેમ હોય તો નિયત દિવસે તે મેજિસ્ટ્રેટ સમક્ષ તેને હાજર રહેવા માટે અને બીજો કોઇ આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી તે મેજિસ્ટ્રેટ સમક્ષ તેણે રોજ હાજર થવા માટે તેની પાસેથી જામીનગીરી લેવી જોઇશે

(૨) પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી આ કલમ હેઠળ આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલે અથવા તે મેજિસ્ટ્રેટ સમક્ષ તેની હાજરી માટે જામીનગીરી લે ત્યારે તે મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવુ જરૂરી હોય તે શસ્ત્ર કે બીજી વસ્તુ તેને મોકલી આપશે અને કોઇ ફરિયાદી હોય તો તેને અને તે કેસની હકીકત અને સંજોગોથી જે વ્યકિતઓ માહિતગાર હોવાનુ પોતે જણાય તે પૈકી પોતે જરરી ગણે તેટલી વ્યકિતઓને મુચરકામાં જણાવ્યા પ્રમાણે તે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહી આરોપી ઉપરના તહોમતની બાબતમાં યથાપ્રસંગ ફોજદારી કામ આપવા ચલાવવા માટે અથવા પુરાવા માટે મુચરકો આપવા ફરમાવશે (૩) મુચરકામાં ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટની કોટૅનુ નામ જણાવેલ હોય ત્યારે તે મેજિસ્ટ્રેટ જે કોટૅ સમક્ષ તે કેસ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી માટે મોકલે કે કોટૅનો તે રીતે મોકલ્યાની તે ફરિયાદી કે વ્યકિઓને વાજબી નોટીશ આપવાની શરતો ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કોટૅમાં સમાવેશ થયેલા ગણાશે (૪) જેની હાજરીમાં મુચરકો લેવામાં આવ્યો હોય તે અધિકારી મુચરકાની એક નકલ તે આપનારા પૈકી એક વ્યકિતને આપશે અને ત્યાર પછી અસલ મુચરકો પોતાના રિપોટૅ સાથે મેજિસ્ટ્રેટને મોકલશે