પોલીસ તપાસમાં કાયૅવાહીની ડાયરી - કલમ :૧૭૨

પોલીસ તપાસમાં કાયૅવાહીની ડાયરી

(૧) આ પ્રકરણ હેઠળ પોલીસ તપાસ કરનાર દરેક અધીકારીએ તેવી તપાસ અંગેની તેની કાયૅવાહી રોજબરોજ ડાયરીમાં નોંધી તેમાં પોતાને ખબર મળ્યાનો સમય પોતે એવી તપાસ શરૂ કયૅાનો અને પુરી કયાનો સમય પોતે જઇ આવ્યા હોય તે જગ્યા અથવા જગ્યાઓ અને પોતાની તપાસમાં જણાવેલ સંજોગો દશૅાવવા જોઇશે (૧-એ) કલમ ૧૬૧ હેઠળ તપાસ દરમ્યાન સાક્ષીઓના નોંધેલા નિવેદનો કેસ ડાયરીમાં સામેલ કરાશે

(૧-બી) પેટા કલમ (૧) માં જણાવેલી ડાયરી એક પુસ્તક સ્વરૂપે અને પાના નંબરો આપેલી હશે

(૨) જેની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કોઇ ફોજદારી કોટૅમાં ચાલતી હોય તે કેસની પોલીસ ડાયરી તે કોટૅ મંગાવી શકશે અને એવી ડાયરીનો તે કેસમાં પુરાવા તરીકે નહીં પરંતુ એવી તપાસ ઇન્સાફી કાયૅવાહીમાં પોતાને મદદકતૅ થાય તે માટે ઉપયોગ કરી શકશે

(૩) આરોપી કે તેના એજન્ટો એવી ડાયરી મંગાવવા હકદાર થશે નહીં તેમજ કોટૅ તે જોઇ છે એટલા જ કારણસર તે જોવાનો તેને કે તેના એજન્ટને હક રહેશે નહીં પરંતુ જેણે તે ડાયરી લખી હોય તે પોલીસ અધિકારી પોતાની યાદદાસ્ત તાજી કરવા માટે તેનો ઉપયોગ કરે અથવા તે પોલીસ અધિકારીને જુઠઠો સાબિત કરવા કોટૅ તેનો ઉપયોગ કરે તો ભારતના પુરાવા અધિનિયમ ૧૮૭૨ ની યથાપ્રસંગ કલમ ૧૬૧ કે કલમ ૧૪૫ની જોગવાઇઓ લાગુ પડશે