પોલીસ તપાસ પુરી થયે પોલીસ અધિકારીનો રિપોટૅ - કલમ:૧૭૩

પોલીસ તપાસ પુરી થયે પોલીસ અધિકારીનો રિપોટૅ

((૧-એ) બાળક પર બળાત્કારના કેસની તપાસમાં પોલીસ સ્ટેશનના અધિકારીએ એ બાબતની માહિતી નોંધી ત્યારથી ત્રણ માસમાં તપાસ પુરી કરાશે (૨) (૧) તે પુરી થાય કે તરત પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીએ પોલીસ રિપોટૅ ઉપરથી  પોલીસ અધિકારીના ગુનાની ઇનસ્ફી કાયૅવાહી કરવાની સતા ધરાવતા મેજિસ્ટ્રેટ રાજય સરકારે ઠરાવેલા નમુનામાં નચેની વિગતો જણાવતો રિપોટૅ મોકલવો જોઇશે (ક) પક્ષકારોના નામ

૧) આ પ્રકરણ હેઠળની દરેક પોલીસ તપાસ બિન જરૂરી વિલંબ વિના પુરી કરવી જોઇશે

(ખ) ખબરનો પ્રકાર

(ગ) કેસન સંજોગોથી માહિતગાર જણાય તે વ્યકિતઓના નામ

(ઘ) ગુનો થયો છે કે કેમ અને જો થયો હોય તો કોણે કર્યો છે તે

(ચ) આરોપીને પકડવામાં આવ્યો છે કે કેમ

(છ) પોતાના મુચરકા ઉપર તેને છોડેલ છે કે કેમ અને જો છોડેલ હોય તો જામીન લઇને કે જામીન લીધા વિના

(જ) કલમ ૧૭૦ હેઠળ તેને કસ્ટડીમાં મોકલી આપેલ છે કે કેમ

(એચ) જયાં અપરાધ ઇન્ડિયન પેનલ કોડની કલમ ૩૭૬ ૩૭૬-એ ૩૭૬-બી ૩૭૬-સી અથવા કલમ ૩૭૬-ડી ઇ.પી.કોડ શુ સ્ત્રીની તપાસને લગતો હોય ત્યાં મહિલાની દાકતરી તપાસનો રિપોટૅ જોડેલો છે કે નહિ

(૨) ગુનો થયા અંગેની માહિતી જો કોઇ વ્યકિતએ પ્રથમ આપેલ હોય તો તેને તે અધિકારીએ પોતે લિધેલા પગલાની રાજય સરકાર ઠરાવે તે રીતે જાણ કરવી જોઇશે

(૩) કલમ ૧૫૮ હેઠળ ઉપલા દરજજાના પોલીસ અધિકારી નીમવામાં આવેલ હોય તો રાજય સરકાર સામાન્ય કે ખાસ હુકમથી તે પ્રમાણે આદેશ આપે તો તે રિપોટૅ તે અધિકારી મારફતે રજુ કરવો જોઇશે એન મેજિસ્ટ્રેટનો હુકમ થતા દરમ્યાન તે પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને વધુ પોલીસ તપાસ કરવા ફરમાવી શકશે

(૪) જયારે પણ આ કલમ હેઠળ મોકલાયેલ રિપોટૅ ઉપરથી એમ જણાય કે આરોપીને તેણે આપેલા મુચરકા ઉપરથી છુટો કરવામાં આવ્યો છે ત્યારે મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે તે મુચરકો રદ કરવાનો અથવા બીજો હુકમ કરશે

(૫) જેને કલમ ૧૭૦ લાગુ પડતી હોય તે કેસ સબંધમાં એવો રિપોટૅ હોય ત્યારે પોલીસ અધિકારીએ રિપોટૅ સાથે નીચેના કાગળો મેજિસ્ટ્રેટને મોકલવા જોઇશે

(ક) પોલીસ તપાસ દરમ્યાન મેજિસ્ટ્રેટને મોકલી દીધેલ હોય તે સિવાયના જેના ઉપર ફરિયાદ પક્ષ આધાર રાખવા માગતો હોય તે તમામ દસ્તાવેજો કે તેમાના સબંધિત ઉતારા

(ખ) જે વ્યકિતઓને ફરિયાદ પક્ષ પોતાના સાક્ષી તરીકે તપાસવા માંગતો હોય તે તમામ વ્યકિતઓના કલમ ૧૬૧ હેઠળ નોંધેલ કથનો (૬) પોલીસ અધિકારીનો અભિપ્રાય એવો થાય કે આવા કોઇ કથનનો કોઇ ભાગ કાયૅવાહીની બાબતને લગતો નથી અથવા આરોપીને તેની જાણ કરવી ન્યાયના હિતમાં જરૂરી નથી અને લોક હિતમાં ઇષ્ટ પણ નથી તો તે કથનનો તે ભાગ તેણે નિર્દિષ્ટ કરવો જોઇશે અને આરોપીને આપવાની કથનની નકલોમાંથી તે ભાગ કાઢી નાખવા મેજિસ્ટ્રેટને વિનંતી કરતી અને એવી વિનંતી કરવાના પોતાના કારણો જણાવતી નોંધ જોડવી જોઇશે (૭) પેટા કલમ (૫)માં ઉલ્લેખેલ તમામ દસ્તાવેજો અથવા કોઇ પણ દસ્તાવેજની નકલો આરોપીને પુરી પાડવાનુ કેસની પોલીસ તપાસ કરતા પોલીસ અધિકારીને સગવડભર્યું જણાય ત્યારે તે તેમ કરી શકશે

(૮) પેટા કલમ (૨) હેઠળનો રિપોટૅ મેજિસ્ટ્રેટને મોકલવામાં આવ્યા પછી ગુનાના સબંધમાં વધુ પોલીસ તપાસ કરવાને આ કલમના કોઇ પણ મજકુરથી બાધ આવે છે તેમ ગણાશે નહીં અને જયારે એવી તપાસ ઉપરથી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને મૌખિક કે દસ્તાવેજી વધુ પુરાવા મળે ત્યારે તે ઠરાવેલા નમુનામાં એવા વધુ પુરાવા સબંધી વધારાનો રિપોટૅ કે રિપોર્ટો મેજિસ્ટ્રેટને મોકલશે અને પેટા કલમ (૨) થી (૬)ની જોગવાઇઓ પેટા કલમ (૨) હેઠળ મોકલેલ રિપોટૅ સબંધમાં લાગુ પડે છે તેમ એવા રિપોટૅ કે રિપોટૅમાં સબંધમાં શકય હોય તેટલે અંશે લાગુ પડશે