
પોલીસે આત્મહત્યા વગેરેની તપાસ કરીને રિપોટૅ કરવા બાબત
(૧) જયારે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને અથવા તે માટે રાજય સરકારે ખાસ સતા આપેલા કોઇ બીજા પોલીસ અધિકારીને કોઇ વ્યકિતએ આત્મહત્યા કરી છે અથવા તેને કોઇ અન્ય વ્યકિતને અથવા કોઇ પ્રાણીએ મારી નાખેલ છે અથવા કોઇ શસ્ત્રથી કે અકસ્માતથી તેનુ મોત નિપજયુ છે અથવા ♦ ♥ ગેઇ અન્ય વ્યકિતએ ગુનો કર્યો હોવાનો વાજબી શક આવે એવા સંજોગોમાં તે મૃત્યુ પામેલ છે એવી માહિતી મળે ત્યારે તેણે મૃત્યુ વિષયક તપાસ કરવાની સતા ધરાવતા નજીકમાં નજીકકના એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટને તેની તરત ખબર આપવી જોઇશે અને રાજય સરકારે કરેલા કોઇ નિયમથી અથવા જિલ્લા કે પેટા વિભાગીય મેજિસ્ટ્રેટના કોઇ સામાન્ય કે ખાસ હુકમથી અન્યથા આદેશ આપવામાં આવ્યો ન હોય તો મરનારની લાશ પડી હોય તે જગ્યાએ જઇને તેની પડોશના બે કે તેથી વધુ આબરૂદાર રહીશોની હાજરીમાં પોલીસ તપાસ કરીને મૃત્યુના દેખીતા કારણનો રિપોટૅ તૈયાર કરવો જોઇશે અને તેમા લાશમાં દેખાતા જખમો ભાંગેલા હાડકા ઊઝરડા અને ઇજા થયાની બીજી નિશાનીઓની વિગતો જણાવવી જોઇશે અને જે રીતે અથવા જે શસ્ત્ર કે હથિયારથી એવી ઇજાઓ થઇ હોવાનુ લાગતુ હોય તે દશૅવવુ જોઇશે (૨) તે રિપોટૅ ઉપર તે પોલીસ અધિકારીએ અને અન્ય વ્યકિતઓએ અથવા તેઓ પૈકી રિપોટૅ સાથે સહમત થનાર વ્યકિતઓએ સહી કરવી જોઇશે એન તરત જિલ્લ મેજિસ્ટ્રેટને કે પેટા વિભાગીય મેજિસ્ટ્રેટને તે મોકલી આપવો જોઇશે
(૩) જયારે
(૧) સ્ત્રીના લગ્ન પછી સાત વષૅમાં આપઘાત ને લગતો કેસ અથવા (૨) સ્ત્રીના લગ્ન પછી સાત વર્ષમાં તે સ્ત્રીનુ મૃત્યુ થાય અને આ અંગે સંજોગો શક ઉપર આધારિત હોય તો તે સ્ત્રીના મૃત્યુ અંગે શંકા બીજા કેટલાક માણસો ઉપર થઇ શકે અથવા (૩) સ્ત્રીના લગ્ન પછી સાત વષૅમાં તેનુ મૃત્યુ થાય અને આ અંગે તેના સબંધીઓએ વિનંતી કરી હોય અથવા (૪) મૃત્યુના કારણો અંગે શક ઉભો થાય અથવા (૫) બીજા કોઇ કારણો અંગે પોલીસ અધિકારીને તપાસ કરવી જોઇએ તે યોગ્ય લાગે
મૃત્યુના કારણ અગે કંઇ શંકા હોય અથવા બીજા કોઇ કારણસર પોલીસ અધિકારીને તેમ કરવુ ઇષ્ટ જણાય તો તે માટે રાજય સરકાર ઠરાવે તે નિયમો અનુસાર પોલીસ અધિકારી જો હવામાન અને અંતરનો વિચાર કરતા શબની દાકતરી તપાસ નિરથૅક નીવડે એટલી હદે રસ્તામાં લાશ કોહી જવાનુ જોખમ ખેડયા વિના તેને મોકલી શકાય તેમ હોય તો તેન નજીકમાં નજીકના સિવિલ સર્જનને અથવા રાજય સરકારે આ માટે નીમેલા લાયકાત ધરાવતા બીજા દાકતરને તપાસ થવા માટે મોકલી આપશે (૪) નીચેના મેજિસ્ટ્રેટોને મૃત્યુ વિષયક તપાસ કરવાની સતા આપવામાં આવે છે એટલે કે કોઇ પણ જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ અને રાજય સરકારે કે જિલ્લા મેજિસ્ટ્રેટ આ અથૅ જેને ખાસ
સતા આપેલ હોય તે બીજા એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw