વ્યકિતઓને બોલાવવાની સતા - કલમ:૧૭૫

વ્યકિતઓને બોલાવવાની સતા

(૧) કલમ ૧૭૪ હેઠળ કાયૅવાહી કરનાર પોલીસ અધિકારી ઉપયૅકત બે કે તેથી વધુ વ્યકિતઓને અને કેસની હકીકતથી માહિતગાર જણાય તે અન્ય કોઇ વ્યકિતને લેખિત હુકમ કરીને સદરહુ તપાસ માટે બોલાવી શકશે અને તે પ્રમાણે બોલાવાયેલ દરેક વ્યકિત હાજર રહેવા અને જે પ્રશ્નોના જવાબો આપવાથી પોતાના ઉપર ફોજદારી ગુનાનુ તહોમત દંડ કે જપ્તી આવી પડે તે સિવાયના બીજા તમામ પ્રશ્નોના જવાબો આપવા બંધાયેલ રહેશે (૨) જેને કલમ ૧૭૦ લાગુ પડતી હોય એવો પોલીસ
અધિકારીનો ગુનો થયો હોવાનુ હકીકત ઉપરથી જણાય નહીં તો તે વ્યકિતઓને તે પોલીસ અધિકારી મેજિસ્ટ્રેટની કોટૅમાં હાજર રહેવા ફરજ પાડી શકશે નહિ.